વરસાદે 'ભારે' કરી! ગુજરાતના આ જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, ખેડૂતો બજારોમાં દોડ્યા, જાણો કેમ

Unseasonal Rain: મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. ખેડૂતો ઘાસચારો અને તૈયાર થયેલ પાક બચાવવા ત્રાડપત્રીની ખરીદી કરી રહ્યા છે. બીજી બાજુ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં પેઠા છે.

વરસાદે 'ભારે' કરી! ગુજરાતના આ જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, ખેડૂતો બજારોમાં દોડ્યા, જાણો કેમ

Mahisahar Unseasonal Rain: આગામી પાંચ દિવસ રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હાલ આખા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરાયા છે. જેને કારણે ક્યારે અને ક્યાં વરસાદ પડે તે કહી ન શકાય. સતત આખુ વર્ષ કમોસમી વરસાદ અને માવઠાએ લોકોના જીવ ઉંચાનીચા કર્યાં. જોકે, ડિસેમ્બરના અંત સુધીમાં પણ વાવાઝોડું પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યું. ગુજરાતનું આકાશ હાલ વાદળોથી છવાયેલું છે, ત્યાં મહીસાગર જિલ્લામાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં ખેડૂતો પોતાનો ઘાસચારો સહિત તૈયાર પાકને બચાવવા બજારોમાં ટાડપત્રી ખરીદવા ઉમટી પડ્યા છે.

મહીસાગર જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ
મહીસાગર જિલ્લામાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. લુણાવાડા શહેરના સુપર માર્કેટ, દરકોલી દરવાજા સહિતના બજારોમાં ખેડૂતો ત્રાડપત્રી ખરીદવા ભારે ભીડ જામી છે. મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. ખેડૂતો ઘાસચારો અને તૈયાર થયેલ પાક બચાવવા ત્રાડપત્રીની ખરીદી કરી રહ્યા છે. બીજી બાજુ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં પેઠા છે.

5મી ડિસેમ્બરથી રાજ્યનું હવામાન ફરીથી ખુલ્લું થશે
નોંધનીય છે કે, પહેલી ડિસેમ્બરના રોજ રાજ્યાના હવામાનમાં બદલાવ આવવાનું ચાલું થશે. જેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, બેથી ચાર ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળશે. આ સાથે પાંચમી ડિસેમ્બરથી રાજ્યનું હવામાન ફરીથી ખુલ્લું થઇ જશે. હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, બેથી ચાર ડિસેમ્બરના રોજ જ્યાં માવઠાની શક્યતા છે. જેમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.

ગુજરાત પર વાવાઝોડાની અસર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે.  આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ છે. 

પહેલી ડિસેમ્બરના રોજ રાજ્યાના હવામાનમાં બદલાવ આવવાનું ચાલું થશે. જેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, બેથી ચાર ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળશે. આ સાથે પાંચમી ડિસેમ્બરથી રાજ્યનું હવામાન ફરીથી ખુલ્લું થઇ જશે. હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, બેથી ચાર ડિસેમ્બરના રોજ જ્યાં માવઠાની શક્યતા છે. જેમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news