વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સરકાર સામે ભારે રોષ, કહ્યું; 'તમારું કમલમ બમલમ બધુ તોડી નાખીશું'
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઢીમા ધામમાં અર્બુદા સેનાનું મહા સંમેલન મળ્યું હતું. બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉમટ્યા હતા.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના વાવન ઢીમામાં આજે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઢીમા ધામમાં અર્બુદા સેનાનું મહા સંમેલન મળ્યું હતું. બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉમટ્યા હતા. અર્બુદા સેનાના મહાસંમેલનમાં વિપુલ ચૌધરીના પ્રતીક તરીકે ચૌધરી સમાજની પાઘડીને સ્ટેજ પર ખુરશીમાં મુકાઈ હતી. આ સંમેલનમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં આગળના કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી.
જો વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો અર્બુદા સેના દ્વારા ધારણા તેમજ જેલ ભરો આંદોલન કરાશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠા અર્બુદા સેનાના અધ્યક્ષ સરદાર ચૌધરી દ્વારા કમલમને લઈને વિવાદિત નિવેદન પણ આપ્યું હતું. અર્બુદાના મહાસંમેલનમાં સરદાર ચૌધરીએ જણાવ્યું હતું કે, તમારું કમલમ બમલમ બધુ તોડી નાખીશું.
મહત્વનું છે કે, વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સરકાર સામે ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહી છે.
વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે અને આ મહાસંમેલનો દ્વારા વિપુલ ચૌધરીને છોડવા સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ સાબરકાંઠાના અરવલ્લીના ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે