Congress કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયો કોરોના, ઘર પર ચાલી રહી છે સારવાર

રાજ્યમાં કોરોનાની (Gujarat Corona Cases) બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે રાજ્યની જનતા પણ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા

Congress કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયો કોરોના, ઘર પર ચાલી રહી છે સારવાર

ઝી મીડિયા બ્યૂરો: રાજ્યમાં કોરોનાની (Gujarat Corona Cases) બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે રાજ્યની જનતા પણ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

— Hardik Patel (@HardikPatel_) May 2, 2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે આજે હું કોરોના પોઝિટિવ આવ્યો છું ડોક્ટરોની સલાહ અનુસાર ઘર પર જ સારવાર ચાલી રહી છે. તમારો પ્રેમ અને પ્રાર્થનાથી જલદી સાજો થઈ જઈશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news