નારાજ કાર્યકરે ભરતસિંહ સોલંકી પર સહી ફેંકી, કોંગ્રેસ કાર્યાલય હચમચી ઉઠ્યું

Gujarat Elections 2022 : કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાદ ભરતસિંહ સોંલકી સામે નારજગી... એલિસબ્રિજના દાવેદારના પુત્ર રોમિન સુથારે ભરતસિંહ પર શાહી ફેંકવાનો કર્યો પ્રયાસ..

નારાજ કાર્યકરે ભરતસિંહ સોલંકી પર સહી ફેંકી, કોંગ્રેસ કાર્યાલય હચમચી ઉઠ્યું

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પર આજે સહી ફેંકવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાદ ભરતસિંહ સોંલકી સામે નારાજગ સામે આવી છે. એલિસબ્રિજના દાવેદારના પુત્ર રોમિન સુથારે ભરતસિંહ પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસના નારાજ કાર્યકરે ભરતસિંહ સોલંકી ઉપર સહી ફેંકી હતી. કડીના કેટલાક કાર્યકરો ટિકિટ મામલે કોંગ્રેસ કાર્યાલય ખાતે રજુઆત કરવા આવ્યા હતા. ત્યારે કાર્યકરોના સૂત્રોચ્ચાર દરમ્યાન ભરતસિંહ સોલંકીનું આગમન થતા તેઓએ કાર્યકરોને સાંભળ્યા હતા. વધુ રજુઆત સાંભળવા પ્રદેશ કાર્યાલયમાં ગયા બાદ આ ઘટના બની હતી. ભરતસિંહને પગે પડ્યા બાદ કડીના કાર્યકરે તેમના પર સહી ફેંકી હતી. ત્યારે સહી ફેંકનાર કાર્યકર્તાનું નામ રોમિન સુથાર હોવાનું સામે આવ્યું છે, જે એલિસબ્રિજના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર છે તેવુ જાણવા મળ્યું છે. પોલીસ રોમિન સુથારની વ્યક્તિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. 

તો બીજી તરફ, AAP સાથે ગઠબંધનની વાત કરનારા ભરતસિંહ સોલંકીએ પલટી મારી હતી. થોડા દિવસ પહેલા જ તેમણે AAP સાથે ગઠબંધનની વાત કરી હતી. ત્યારે હવે ભરતસિંહે વાત ફેરવતા કહ્યું કે, AAP સાથે કોઈ ગઠબંધન નહીં થાય. જૂની વાતને જનરલ ગણાવી હવે તેમણે AAP પર પ્રહાર કર્યા. તેમણે AAPને પોતાનું કલ્યાણ કરનારી પાર્ટી ગણાવી. સાથે જ AAPને ગાંધી-સરદાર વિરોધી પાર્ટી પણ ગણાવી. 

કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ
કોંગ્રેસમાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ આવતા જ કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં અંદરો અંદરની લડાઈ શરૂ થઈ ગઈ છે. કડી બેઠકના ઉમેદવાર પ્રવીણ પરમારનો વિરોધ કરાયો છે. તો પ્રવીણ પરમારને ટિકિટ અપાતા સેનમા રાવત સમાજનો વિરોધ સામે આવ્યો છે. પોતાના સમાજને ટિકિટ ન મળતા તમામ કાર્યકર્તાઓએ અમદાવાદમાં ઉગ્ર પ્રદર્શન કર્યું. સેનમા સમાજના લોકો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. સેમના સમાજના લોકોએ કહ્યું કે, જગદીશ ઠાકોરે અમને ટિકિટની બાંહેધરી આપી હતી. જો ટિકિટ નહીં મળે તો કોંગ્રેસને મોટું નુકસાન થશે. સેનમા સમાજની 15 લાખની વસ્તી છે. 

તો બીજી તરફ, કોંગ્રેસની કડી બેઠકના ઉમેદવારના કકળાટના મામલે સુખરામ રાઠવાએ કહ્યું કે, ચૂંટણી આવે દરેક સમાજને ટિકિટ માગવાનો હક છે. લોકોને અપેક્ષા હોય છે કે તેમના સમાજને ટિકિટ મળે. કોઈપણ સમાજ હોય, તેની લાગણી મોવડી મંડળ સાંભળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news