રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની તબિયત નાદુરસ્ત, હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોનાગ્રસ્ત બન્યા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ છે. તેમને શરદી અને ફેફસાંમાં કફની તકલીફને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડા સમય અગાઉ અહેમદ પટેલ (Ahmed patel) કોરોનાના શિકાર થયા હતા. કોરોનાની સારવાર બાદ દિલ્હી સ્થિત નિવાસ સ્થાને આરામમાં હતા. પરંતુ તેમની તબિયત બગડતા શનિવારે સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કોંગ્રેસમા નેતાઓએ અહેમદ પટેલની તબિયતની પૃચ્છા કરી હતી. 
રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની તબિયત નાદુરસ્ત, હોસ્પિટલમાં દાખલ કરાયા

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોનાગ્રસ્ત બન્યા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ છે. તેમને શરદી અને ફેફસાંમાં કફની તકલીફને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડા સમય અગાઉ અહેમદ પટેલ (Ahmed patel) કોરોનાના શિકાર થયા હતા. કોરોનાની સારવાર બાદ દિલ્હી સ્થિત નિવાસ સ્થાને આરામમાં હતા. પરંતુ તેમની તબિયત બગડતા શનિવારે સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કોંગ્રેસમા નેતાઓએ અહેમદ પટેલની તબિયતની પૃચ્છા કરી હતી. 

એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં તેમને લમ્સ ઇન્ફેક્શન થયું હતું. હાલ દિલ્હીના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહી છે. 

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન પણ કોરોનાગ્રસ્ત 
તો બીજી તરફ, ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. સાંસદ નરહરિ અમીને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમનામાં કોરોનાના લક્ષણ જણાતા ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે તેમના પત્ની પણ કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે અમીન દંપતીને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓએ પોતાના સંપર્કમાં આવતા લોકોને ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news