Video: વાવના ધારાસભ્ય ગેનીબહેનનું વિવાદિત નિવેદન, કહ્યું મારૂ ચાલે તો બધાને મારી નાખુ

બનાસકાંઠા જિલ્લાની વાવ સીટ પરથી ગેનીબહેન ધારાસભ્ય છે.

 Video: વાવના ધારાસભ્ય ગેનીબહેનનું વિવાદિત નિવેદન, કહ્યું મારૂ ચાલે તો બધાને મારી નાખુ

બનાસકાંઠાઃ વાવના ધારાસભ્ય ગેનીબહેનનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. કાંકરેજ ખાતે ખેડૂત હિતચિંતન સભામાં વિવાજ સર્જાયો. જેમાં ધારાસભ્ય ગેનીબહેને ભાજપના તમામ અગ્રણી નેતાઓ અંગે વિવાદીત બોલ બોલ્યા. ગેની બહેને કહ્યું કે, મારું ચાલે તો બધાને મારી નાખું. ભલે પછી મારે જેલમાં જવું પડે. ગેનીબહેને આ ભાષણ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં આપ્યું હતું. મહત્વનું છે કે, રાજનેતાઓ હસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વિવાદિત નિવેદન આપતા રહે છે. આ પ્રકારનું નિવેદન ધારાસભ્ય દ્વારા આપવું જરાપણ યોગ્ય નથી. ત્યારે આપણા રાજનેતાઓ ક્યારે આવા નિવેદન બંધ કરીને પ્રજાના કામ કરે તે જરૂરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news