રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દિલ્હીમાં, નીતિ આયોગની બેઠકમાં આપશે હાજરી

નીતિ આયોગની બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સહિતના અધિકારીઓ ભાગ લેવાના છે. 

 રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દિલ્હીમાં, નીતિ આયોગની બેઠકમાં આપશે હાજરી

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી રવિવાર (17 જૂન) નવી દિલ્હીમાં નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સીલ બેઠકમાં ભાગ લેવા જશે. ​વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારી નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સીલની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ભાગ લેવાના છે.  ​આ બેઠકમાં કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓ, કિસાનોની આવક બમણી કરવી, આયુષ્યમાન ભારત, મિશન ઇન્દ્રધનુષ્ય, નેશનલ ન્યૂટ્રિશ્યન મિશન, ૧પ૦મી ગાંધી જ્યંતિની ઉજવણી જેવા વિષયો પર પ્રગતિ-સિધ્ધિની સમીક્ષા કરાશે અને ભાવિ આયોજન અંગે ચર્ચા-વિર્મશ હાથ ધરવામાં આવશે.​ રાષ્ટ્રીય વિકાસની પ્રાધાન્યતા, વિવિધ સેકટર્સ અને સ્ટ્રેટેજીમાં રાજ્યોની સક્રિય સહભાગીતા માટે આ ગર્વનિંગ કાઉન્સીલ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

આ બેઠક બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અલગથી બેઠક કરી શકે છે અને રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે પીએમ સાથે ચર્ચા કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news