ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, કોવિડની ટ્રીટમેન્ટમાં વપરાતા ઈન્જેક્શનો અપાયા
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના નેતા ભરત સોલંકી (Bharatsinh Solanki) ની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને નવલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભરત સોલંકી કોરોનાની ટ્રીટમેન્ટ માટે વડોદરા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેના બાદ સોમવારે સાંજે તેમની સ્થિતિ થોડીક નાજૂક થતાં તાત્કાલિક ધોરણે અમદાવાદ ખાતે આવેલ સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Unlock 2 : અમદાવાદથી આજે વધુ ST બસ દોડશે, પરંતુ રસ્તા વચ્ચેથી કોઈ મુસાફર નહિ લેવાય
સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની સઘન તપાસ બાદ તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન એમની સ્થિતિ સારી રહી હતી. છાતીના સીટી સ્કેનની અંદર કોરોનાના લક્ષણ હોવાનું નિદાન કરવામાં આવ્યું અને તે પ્રમાણે એમની અત્યારે આઈસીયુમાં સંપૂર્ણ સારવાર ચાલી રહી છે. હાલમાં એમને હાઈ ફલો ઓક્સિજન (BIPAP) પર રાખવામાં આવ્યા છે અને તેની સાથે ઓક્સિજનનું પ્રમાણ મેઈન્ટેન કરી રહ્યા છે. તેઓને કોરોના વાયરસની ટ્રીટમેન્ટ માં વપરાતા tocilizumab and remedesvir ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે તેવું CIMS હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે