ભાજપ સામે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સામગ્રી ફિક્કી, પણ એક મામલે જોરદાર

મોડે મોડે પણ કાંગ્રેસે લોકસભાના ઉમેદવારો માટે પ્રચાર સાહિત્ય મોકલવાની શરૂઆત કરી છે. લોકસભાની 26 બેઠકોના પ્રચાર માટે આંગળીના વેઢે ગણાય એટલી વસ્તુઓ તૈયાર કરાવી છે. તાજેતરમાં જ ભાજપે પોતાની પ્રચાર સામગ્રી મીડિયા સામે રજૂ કરી હતી. જેમાં 51 જેટલી વસ્તુઓ છે. મોટાભાગની વસ્તુઓ મહિલા મતદારો ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.
ભાજપ સામે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સામગ્રી ફિક્કી, પણ એક મામલે જોરદાર

ગૌરવ પટેલ/અમદાવાદ :મોડે મોડે પણ કાંગ્રેસે લોકસભાના ઉમેદવારો માટે પ્રચાર સાહિત્ય મોકલવાની શરૂઆત કરી છે. લોકસભાની 26 બેઠકોના પ્રચાર માટે આંગળીના વેઢે ગણાય એટલી વસ્તુઓ તૈયાર કરાવી છે. તાજેતરમાં જ ભાજપે પોતાની પ્રચાર સામગ્રી મીડિયા સામે રજૂ કરી હતી. જેમાં 51 જેટલી વસ્તુઓ છે. મોટાભાગની વસ્તુઓ મહિલા મતદારો ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.

CongressPrachar.jpg

ભાજપાની પ્રચાર સાહિત્ય કીટમાં 51થી વધુ વસ્તુઓમાં મહિલાઓ માટે લેડીઝ પર્સ, પેન્ડલ, બક્કલ, કાંસકા, સાડી પીન, માથાનુ બોરીયુ છે. તો યુવાનો માટે પોકેટ ડાયરી, ટી-શર્ટ, રિસ્ટ બેલ્ટ, ગરમીથી રક્ષણ મેળવવા માટે ચશ્મા, હાથ પંખા, ટોપીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની સામે કોંગ્રેસે મહિલાઓ માટે વાળમાં લગાવવાની લૂઝર, કપડાંની ટોપી સાથે કાગળની ટોપી તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસની પ્રચાર સામગ્રીમાં સ્ટીકર, બેનર, ધ્વજ અને ઝંડીઓનો સમાવેશ થાય છે. 

ઈકો ફ્રેન્ડલી મટીરિયલ
કોંગ્રેસની પ્રચાર સામગ્રી ભાજપની સરખામણીએ ભલે ફિક્કી હોય, પણ એક મામલે કોંગ્રેસે ભાજપને ટક્કર આપી છે. કોંગ્રેસે પ્રચાર પ્રસાર માટે ઇકો ફ્રેન્ડલી મટીરિયલનો ઉપયોગ કરી સામગ્રી તૈયાર કરી છે તેવુ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news