IPL 2019: અમારી રણનીતિને મેદાન પર લાગૂ ન કરી શક્યાઃ ભુવનેશ્વર કુમાર

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગના મેચમાં હાર બાદ સનરાઇઝર્સના કેપ્ટન ભુવનેશ્વર કુમારે કહ્યું કે, તેની ટીમ પોતાની રણનીતિને મેદાન પર લાગૂ કરવામાં અસફળ રહી હતી. 

IPL 2019: અમારી રણનીતિને મેદાન પર લાગૂ ન કરી શક્યાઃ ભુવનેશ્વર કુમાર

હૈદરાબાદઃ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગના મેચમાં હાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમારે માન્યું કે, તેની ટીમ પોતાની રણનીતિને મેદાન પર લાગૂ કરવામાં અસફળ રહી હતી. હૈદરાબાદનો મુંબઈ વિરુદ્ધ શનિવારે અહીં 40 રનોથી પરાજય થયો હતો. 

મુંબઈને હૈદરાબાદે પોતાની શાનદાર બોલિંગના દમ પર 136 રન પર રોકી દીધું હતું પરંતુ અલઝારી જોસેફને શાનદાર બોલિંગ કરતા મેહમાન ટીમને જીત અપાવી હતી. મેચ બાદ ભુવનેશ્વરે કહ્યું, અમે આસાનીથી રનનો પીછો કરી શક્યા હોત જો અમે અમારી રણનીતિઓને યોગ્ય રીતે લાગૂ કરી શક્યા હોત. 

કાયરન પોલાર્ડે પણ 26 બોલ પર 46 રન ફટકારીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ યજમાન ટીમે 17મી ઓવરમાં પોલાર્ડનો કેચ છોડ્યો હતો. આ સમયે ટીમનો સ્કોર છ વિકેટ પર 92 રન હતો. ભુવનેશ્વરે કહ્યું, મને લાગે છે કે પોલાર્ડના કેચની સાથે આ બધુ શરૂ થયું, તેણે 25-30 રન બનાવ્યા જેણે મોટું અંતર પેદા કર્યું હતું. 

તેણે કહ્યું, જ્યારે તમે કેચ છોડો છો તે તે આસાન રહેતું નથી. ભૂલની શક્યતા (બોલિંગ દરમિયાન) ખુબ ઓછી છે, પરંતુ તમારે કોઈપણ ટીમને 120ની અંદર રોકવા માટે તકનો લાભ ઉઠાવવો હોય છે. આ હાર બાદ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news