ભાદરવી અંગે અસમંજસ પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો, 1 કિલોમીટર લાંબી ધજા ચડાવાઇ
યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે. તેના મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે અંબાજી પંથકમાં ઝરમર વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો. જેમાં 151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવામા આવી હતી. જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તારની આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં માં અંબાનું તેડુ આપવા અંબાજી પહોંચી ગયા છે.
Trending Photos
પરખ અગ્રવાલ/ અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે. તેના મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે અંબાજી પંથકમાં ઝરમર વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો. જેમાં 151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવામા આવી હતી. જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તારની આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં માં અંબાનું તેડુ આપવા અંબાજી પહોંચી ગયા છે.
જોકે કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ચાલુ વર્ષે મેળો યોજાશે કે નહીં કે પછી મંદિર પણ ખુલ્લું રહેશે કે બંધ તેની કોઈ વિધિવત જાહેરાત કરાઈ નથી. જો કે મેળો મુલતવી રહેને મંદિર પણ બંધ રહેવાની શક્યતાઓને ધ્યાને લઈ આ વખતે પદયાત્રીઓ મેળા પૂર્વે જ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. જે હાલ અંબાજીમાં મેળા જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જ્યાં મેળો 14 સપ્ટેમ્બરે શરૂ થવાની શક્યતાઓ પૂર્વે જ અરવલ્લીની ડુંગરીઓ વચ્ચે પસાર થતા અંબાજીના માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે. અનેક સંઘોના પદયાત્રીઓ માતાજીનો રથ ખેંચી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. એક ટેક પુરી કરવા અંબાજી પહોચી રહ્યા હોય તેવો ઉત્સાહ પદયાત્રીઓમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મેળો યોજાશે કે કેમ મંદિર ચાલુ રહેશે કે બંધ તે અંગેની જાહેરાત મંદિર ટ્રસ્ટે સરકારે વહેલા કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી. જેથી સેંકડો કિલોમીટર દૂરથી પદયાત્રાનું આયોજન કરનારાઓને જાણ થઇ શકે. જોકે આવા પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો કાર્યરત થતા હોય છે પણ ચાલુ વર્ષે પદયાત્રીઓ તો અંબાજી જઈ રહ્યા છે પણ રસ્તામાં એક પણ સેવા કેમ્પ નથી.
હાલમા મેળાની કોઈ પણ પ્રકારની જાહેરાત કરાઈ નથી. બીજી તરફ પદયાત્રીઓ સંઘ સાથે માતાજીના રથ લઈ અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ અંબાજી પહોંચી રહેલા પદયાત્રીઓ માટેની સુવિધાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે મંદિરની તૈયારીઓને જોતા મેળો યોજાશે કે કેમ તે એક યક્ષપ્રશ્ન બની રહ્યો છે. જો કે આ બાબતે હાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓ કઈ પણ કહેવા તૈયાર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે