ગુજરાતમાં અહેમદ પટેલના પરિવારને બલિનો બકરો બનાવશે કોંગ્રેસ! ભાજપનો ગઢ છે આ બેઠક

Loksabha Election 2024: હવે કોંગ્રેસ મુમતાઝ ગુજરાતની જ એક બેઠકથી ઉતારી શકે છે. ત્યારે જ્યાંથી તેમને ઉતારવાની ચર્ચાઓ શરૂ થઈ છે તે બેઠકના કોંગ્રેસ અનેક હોદ્દેદારો અને કાર્યકરો નારાજ થયા છે ત્યારે કઈ છે ગુજરાતની આ બેઠક? કેમ મુમતાઝના નામની જાહેરાત થાય તે પહેલાં જ ઉઠ્યો છે વિરોધનો વંટોળ?

ગુજરાતમાં અહેમદ પટેલના પરિવારને બલિનો બકરો બનાવશે કોંગ્રેસ! ભાજપનો ગઢ છે આ બેઠક

Loksabha Election 2024: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રી મમુતાઝ પટેલ લોકસભાના જંગમાં ઉતરે તેવી અટકળો તેજ થઈ છે. મુમતાઝ અને તેમના ભાઈ ફૈસલ પટેલને પિતાની બેઠક ભરૂચથી ચૂંટણી લડવી હતી. પરંતુ ભરૂચમાં તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને કોંગ્રેસ આ સીટ આપને આપી દીધી છે. જેના કારણે ફૈસલ અને મુમતાઝ નારાજ જોવા મળી રહ્યા છે. પરંતુ હવે કોંગ્રેસ મુમતાઝ ગુજરાતની જ એક બેઠકથી ઉતારી શકે છે. ત્યારે જ્યાંથી તેમને ઉતારવાની ચર્ચાઓ શરૂ થઈ છે તે બેઠકના કોંગ્રેસ અનેક હોદ્દેદારો અને કાર્યકરો નારાજ થયા છે ત્યારે કઈ છે ગુજરાતની આ બેઠક? કેમ મુમતાઝના નામની જાહેરાત થાય તે પહેલાં જ ઉઠ્યો છે વિરોધનો વંટોળ? આ સાથે સવાલો એ પણ છે કે જે બેઠક ભાજપનો ગઢ ગણાય છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જ્યાંથી લડે છે એ બેઠક પર મુમતાજનું નામ ચલાવી કોંગ્રેસ એમને બલીનો બકરો બનાવવા માગે છે. એ બાબત છે કે હાર પણ એવા ઉમેદવાર થાય જેના સામે જીતવું ના મુમકિન હોય તો તમે તમારો બચાવ કરી શકો કે પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા.

  • અહેમદ પટેલના પરિવારને કોંગ્રેસ આપશે સન્માન?
  • અહેમદ પટેલના દીકરીને કોંગ્રેસ આપવાની છે ટિકિટ?
  • ગુજરાતમાંથી જ મુમતાઝને મેદાને ઉતારશે કોંગ્રેસ?
  • ભરૂચ નહીં તો હવે ક્યાંથી કોંગ્રેસ આપશે ટિકિટ?

આંધી વંટોળ ફૂંકાતા અફરાતફરીના દ્રશ્યો; બધું પત્તાની જેમ હવામાં ઉડ્યું, VIDEO વાયરલ

કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા અહેમદ પટેલ કોંગ્રેસના મોટા ગજાના નેતા હતા. પરંતુ તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. ભરૂચ બેઠકનું વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરનારા અહેમદ પટેલનો પોતાના વતન સાથે એક અલગ લગાવ હતો. આ જ લગાવનો ફાયદો લેવા માટે અહેમદ પટેલના પુત્ર ફેસલ પટેલને ભરૂચથી લોકસભા લડવી હતી. પરંતુ કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કરીને બેઠક આપના ચૈતર વસાવાને આપી દીધી. જેના કારણે ફૈસલ ઘણા જ નારાજ થયા છે. એવી પણ શક્યતા છે કે ફૈસલ કદાચ અપક્ષ પણ ઝંપલાવે તો આ બધાની વચ્ચે હવે એક નવી ચર્ચાઓ શરૂ થઈ છે કે અહેમદ પટેલના પરિવારની નારાજગી દૂર કરવા માટે કોંગ્રેસ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલને લોકસભાની ટિકિટ આપી શકે છે.

ભરૂચ તો આપને આપી દેવાઈ છે. પરંતુ કોંગ્રેસ મુમતાઝ પટેલને દક્ષિણ ગુજરાતની એક બેઠકથી મેદાનમાં ઉતારી શકે છે. અને આ એવી બેઠક જે ભાજપનો ગઢ છે. ગઢ જ નહીં સમગ્ર દેશમાં સૌથી વધારે લીડથી 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીત્યા હતા અને ભાજપના મોટા નેતા હાલ આ બેઠકથી સાંસદ છે. આ બેઠક એટલે નવસારી બેઠક...હા નવસારીથી કોંગ્રેસ મુમતાઝને મેદાનમાં ઉતારવા માગે છે. પરંતુ જ્યારથી આ ચર્ચાઓ શરૂ થઈ ત્યારથી નવસારી કોંગ્રેસમાં જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ મુમતાઝે નવસારીથી ન લડવું જોઈએ તેવી આડકતરી રીતે કહી દીધું છે. 

ભાજપનો ગઢ છે નવસારી 

  • સી.આર.પાટીલ નવસારીથી ભાજપના ઉમેદવાર છે
  • છેલ્લી 3 ટર્મ 2009, 2014 અને 2019થી સાંસદ 
  • 2019માં પાટીલ દેશમાં સૌથી વધારે લીડથી જીત્યા હતા
  • 2019માં પાટીલ 6 લાખ 89 હજાર 688 મતથી જીત્યા હતા
  • 2014માં પાટીલ 5 લાખ 58 હજાર 116 મતથી જીત્યા હતા
  • 2009માં પણ 1 લાખ 32 હજાર 643ની લીડથી જીત્યા હતા

મુમતાઝના નામની ચર્ચાઓ શરૂ થતાં જ નવસારીના અનેક દાવેદારો નારાજ જોવા મળી રહ્યા છે. નવસારીની સાથે સુરતના પણ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હાલ  નવસારી કોંગ્રેસના જે પ્રમુખ છે તે શૈલેષ પટેલ પણ એક દાવેદાર છે. તેમણે કહ્યું છે કે મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે. તેમણે અહીંથી લડવું કે નહીં તે તેમને વિચારવાનું છે.  તો ઝી 24 કલાક સાથે મુમતાઝ પટેલે ટેલિફોનિક વાતચીત કરી હતી, તેમાં તેમણે નવસારીથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. અમારી સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો પાર્ટી મને ટિકિટ આપશે તો હું નવસારીથી મેદાનમાં ઉતારવા માટે તૈયાર છું. જો કે કેમેરા સામે આવીને વધારે ખુલ્લીને બોલવાનો તેમણે ઈન્કાર કર્યો હતો.

.જો મુમતાઝ નવસારીથી મેદાનમાં ઉતરે તો તેમણે ભાજપના સી.આર. પાટીલનો સામનો કરવો પડશે. નવસારીથી મેદાનમાં ઉતરવું કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર માટે આસાન નથી. કારણ કે આ બેઠક ભાજપનો મોટો ગઢ છે. અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ નવસારીથી ભાજપના ઉમેદવાર છે.  છેલ્લી 3 ટર્મ એટલે કે 2009, 2014 અને 2019થી તેઓ સાંસદ છે. 2019માં તો પાટીલ દેશમાં સૌથી વધારે લીડથી જીત્યા હતા. 2019માં પાટીલ 6 લાખ 89 હજાર 688 મતથી વિજયી બન્યા હતા. 

તો આ પહેલા 2014માં પાટીલ 5 લાખ 58 હજાર 116 મતથી જીત્યા હતા. આ પહેલાં 2009માં પણ 1 લાખ 32 હજાર 643ની લીડથી જીત્યા હતા. એટલે કે નવસારી બેઠક સી.આર.પાટીલનો ગઢ છે. જો મુમતાઝ પટેલ નવસારીથી મેદાનમાં ઉતરે તો તેમના માટે કપરા ચઢાણ નક્કી હશે. પરંતુ જોવાનું રહેશે કે કોંગ્રેસ તેમને ટિકિટ આપે છે કે નહીં?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news