Credit Card થી દોડશે તમારા ક્રેડિટ સ્કોરનું મીટર, જાણો 1, 2 કે 3.... ખિસ્સામાં કેટલા કાર્ડ રાખવા જોઈએ

How many credit cards should you have: તમારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ? સારો ક્રેડિટ સ્કોર રાખવા માટે તમારે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા જોઈએ? તેમાં ઘણા ફેક્ટર્સ સામેલ છે અને ઘણી વાતો છે જે ધ્યાનમાં રાખશો તો તમને તેનો જવાબ મળી જશે.

Credit Card થી દોડશે તમારા ક્રેડિટ સ્કોરનું મીટર, જાણો 1, 2 કે 3.... ખિસ્સામાં કેટલા કાર્ડ રાખવા જોઈએ

નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ રાખવાની સાથે દરેક ક્રેડિટ કાર્ડહોલ્ડરે ક્રેડિટ સ્કોર વિશે વિચારવું પણ જરૂરી હોય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જોતા ઘણા લોકો એક સાથે ઘણા ક્રેડિટ કાર્ડ રાખે છે. તેનાથી રિવોર્ડ્સ અને ઓફર્સ તો મળી જાય છે, પરંતુ તેનાથી એક ફન્ડામેન્ટલ સવાલ નિકળીને આવે છે કે તમારી પાસસે કેટલા ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ? સારો ક્રેડિટ સ્કોર રાખવા માટે તમારે કેટલાક ક્રેડિટ કાર્ડ રાખવા જોઈએ? તેમાં ઘણા ફેક્ટર્સ સામેલ છે અને ઘણી વાતો છે જે ધ્યાનમાં રાખશો તો તમને તમારા સવાલનો જવાબ મળી જશે. 

તમારે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા જોઈએ?
આમ તો કોઈ સ્પષ્ટ નિયમ નથી કે તમારે કેટલાક ક્રેડિટ કાર્ડ રાખવા જોઈએ. તે નક્કી થાય છે કોઈ ગ્રાહકની નાણાકીય આદતો, તેની નાણાકીય જવાબદારીઓ અને લોન ચુકવવાની ક્ષમતાથી. જો તમે ઘણા ક્રેડિટ કાર્ડ રાખો છો અને તેના રિવોર્ડ્સ, ઓફર અને ડેટ રેશિયોનું ધ્યાન રાખતા ભરપૂર ઉપયોગ કરો છો. સાથે સમય પર બિલ ફરો છો તો તે તમારા ક્રેડિટ કાર્ડને ખુબ મજબૂત કરી શકે છે. પરંતુ જો તમારી લોન વધતી જાય છે, બિલ ભરતા નથી તો ક્રેડિટ કાર્ડ રાખવાનો શું ફાયદો?

કઈ રીતે નક્કી કરશો ક્રેડિટ કાર્ડની સંખ્યા?
કેટલાક પાસા છે, જેના આધારે તમે ખુબ નક્કી કરી શકો છો કે તમારે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા જોઈએ.

1. ક્રેડિટ યુટિલાઇઝેશન (Credit Utilisation)
તેનો મતલબ છે કે તમારી પાસે કેટલી ક્રેડિટ છે, એટલે કે તમારા ક્રેડિટ કાર્ડમાં કેટલા પૈસા છે અને તમે તેનો કેટલો ઉપયોગ કરી રહ્યાં છો. ક્રેડિટ કાર્ડ રેશિયો અને ક્રેડિટ કાર્ડ બેલેન્સના રેશિયોને મેન્ટેન કરવો જરૂરી છે. સલાદ આપવામાં આવે છે કે તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો 30 ટકાથી નીચે રાખવો જોઈએ. એટલે કે તમારા ક્રેડિટ કાર્ડમાં જેટલી ક્રેડિટ લિમિટ છે, તેના બસ 30 ટકા ભાગનો ઉપયોગ કરો. જો તમે આ કરી શકો તો તમે મલ્ટીપલ ક્રેડિટ કાર્ડ રાખવા વિશે વિચારી શકો છો. રેશિયો વધુ થવાથી ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.

2. ટાઇમ પર બિલની ચુકવણી (Credit Payment on Time)
જો તમે ક્રેડિટ કાર્ડ પર કેટલું સમયસર બિલ ભરો છો તેનાથી તમારો ક્રેડિટ સ્કોર તૈયાર થાય છે. જો તમે એક સાથે ઘણા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ પાઈમ પર મેન્ટેન કરી શકો તો તમારા ક્રેડિટ સ્કોર માટે સારૂ હશે. તે પણ જોવામાં આવે છે કે તમે તમારા પેમેન્ટ તો મિસ નથી કરી રહ્યાં કે વધુ ખર્ચ તો નથી કરી રહ્યાં, તેનાથી તે નક્કી થાય છે કે તમે કેટલા જવાબદાર કાર્ડહોલ્ડર છો અને ડિફોલ્ટ તો નહીં કરો.

3. કેટલા ટાઈપની છે લોન? (Credit Type)
જો તમારી પાસે ઘણા પ્રકારની ક્રેડિટ છે, તો તેને સારી માનવામાં આવે છે. એટલે કે તમે કેટલીક લોન પણ લઈ રાખી છે અને ક્રેડિટ કાર્ડને પણ મેનેજ કરી રહ્યાં છો તો તેનાથી તમારૂ ક્રેડિટ કાર્ડ મેનેજમેન્ટ સારૂ માનવામાં આવે છે અને તમારો ક્રેડિટ સ્કોર ઉપર જાય છે. 

Highlights: અંતમાં યાદ રાખો આ 3 વાત
1. મલ્ટીપલ ક્રેડિટ કાર્ડ (multiple credit card) રાખવાને લઈને સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે જો તમારી ઉપર ઓટો, હોમ કે સ્ટૂડન્ટ જેવી કોઈ લોન છે તો તમે એક સાથે 2 કે 3 ક્રેડિટ કાર્ડ રાખી શકો છો.

2. તે યાદ રાખો કે તમારી પાસે કેટલી ક્રેવિડ અવેલેબલ છે અને આ સાથે debt to credit ratio તમારા ક્રેડિટ સ્કોર પર અસર પાડે છે. એટલે કે તમને કેટલી ક્રેડિટ મળી છે અને તમે કેટલી લોન લઈ રાખી છે, તે સ્કોર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

3. જો તમે ત્રણથી વધુ ક્રેડિટ કાર્ડ રાખો છો તો તેનાથી તમારે દર મહિને પેમેન્ટને ટ્રેક કરવું અને તેને ભરવું થોડુ મુશ્કેલ થઈ શકે છે અને જો ચૂકી ગયા તો તમારા પર દંડ લાગી શકે છે. જેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર પણ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news