ગુજરાતના આ પંથકમાં ખનીજનો છે અખૂટ ભંડાર, રેડ પાડી કરોડોના મુદ્દામાલ સાથે ફરિયાદ

સુરેન્દ્રનગર શહેરના સાયલા ચોટીલા થાન મૂળી પંથકમાં કુદરતી ભંડારના મળી આવતા હોય છે. તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે કુદરતી ભંડારની ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ અવારનવાર થતી હોય છે.

ગુજરાતના આ પંથકમાં ખનીજનો છે અખૂટ ભંડાર, રેડ પાડી કરોડોના મુદ્દામાલ સાથે ફરિયાદ

મયુર સંધિ સુરેન્દ્રનગર:  સુરેન્દ્રનગર શહેરના સાયલા ચોટીલા થાન મૂળી પંથકમાં કુદરતી ભંડારના મળી આવતા હોય છે. તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે કુદરતી ભંડારની ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ અવારનવાર થતી હોય છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને સાયલા પોલીસ તેમજ લીમડી ડીવાયએસપી દ્વારા સાયલા તાલુકાના સુદામડા ગામે પથ્થરની ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી થતી હતી તેના ઉપર રેડ કરવામાં આવી હતી. 

1 જાન્યુઆરીના રોજ રેડ કરવામાં આવી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ડમ્પર ચરખી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે આજે તેની તપાસ કામગીરી કરી અને ખનીજ માફિયાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે ડમ્પર ચરખીઓ પથ્થર સહિત ૩૪.૬૪ કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

આ મામલાની આગળ કાર્યવાહી લીમડી ડીવાયએસપીને સોંપવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે જિલ્લા માં ખનીજ ચોરી અટકાવવા માટે ના જિલ્લા પોલીસ અને ખનીજ વિભાગ ના પ્રયાસો હાથ ધરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news