વડોદરામાંથી બહાર આવ્યું બીટકોઇન કૌભાંડ, 9 વેપારીઓના 270 કરોડ ફસાયા હોવાની ફરિયાદ

વડોદરા શહેરાના 9 જેટલા વેપારીઓના 297 કરોડ રૂપિયા ફસાયા છે. આ સમગ્ર મામલે વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર અને એજન્ટ સામે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી છે. 
 

વડોદરામાંથી બહાર આવ્યું બીટકોઇન કૌભાંડ, 9 વેપારીઓના 270 કરોડ ફસાયા હોવાની ફરિયાદ

વડોદરા: રાજ્યમાં ફરી એક વાર બીટકોઇન કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના 297 કરોડનું બીટકોઇન કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા શહેરાના 9 જેટલા વેપારીઓના 297 કરોડ રૂપિયા ફસાયા છે. આ સમગ્ર મામલે વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર અને એજન્ટ સામે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી છે. આ કૌભાંડનો આંકડો અત્યાર સુધીના ગુજરાતમાં થયેલા મોટા ભાગાના કૌભાંડના આકંડા કરતા સૌથી મોટો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બિટકોઇન હવાલા કેસમાં આરોપી પોલીસકર્મીઓ સસ્પેંડ

વડોદરાના 9 જેટલા વેપારીઓ દ્વારા અમિત ભારદ્વાજ, અભય ભારદ્વાજ, હેમંત ભોંરે સામે ફરિયાદ કરવામાં આવી છે. આ તમામ લોકોએ વેપારીઓને બીટકોઇનેને બદલે કૌભાંડ આચરીને ક્રીપ્ટોકરંસી આપી હતી. કૌભાંડ અંદાજે 30 હજાર કરોડથી પણ મોટુ હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news