અમદાવાદ સિવિલમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ શરૂ થયો, દર્દીના પરિવારજનોને અપાશે તમામ જાણકારી

કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માહિતીના અભાવે ક્યારેક ચિંતા-તણાવ અનુભવે તે સ્વાભાવિક છે. આવા સમયે તંત્ર દ્વારા એક આવકારદાયક આ પગલું ભરવામાં આવ્યું છે.

અમદાવાદ સિવિલમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ શરૂ થયો, દર્દીના પરિવારજનોને અપાશે તમામ જાણકારી

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં કોરોના કેસની સારવાર સિવિલ હોસ્પિટલ અને એસવીપીમાં થઈ રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને જાણકારી આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેના પગલે દર્દીઓની  એડમીશનથી માંડીને ડિસ્ચાર્જ સુધીની સંપૂર્ણ માહિતી તેમના પરિવારજનોને મળી રહેશે. આ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 

આ અંગે રાજ્યમાં કોરોના વાયરસની કામગીરી સંભાળતા મુખ્ય અધિક સચિવે જણાવ્યું છે કે, સિવીલ હોસ્પિટલમાં કાર્યરત કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી દર્દીની સઘળી માહિતી તેના પરિવારજનોને ફોન દ્વારા આપવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગના 40 જેટલા કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. 

કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માહિતીના અભાવે ક્યારેક ચિંતા-તણાવ અનુભવે તે સ્વાભાવિક છે. આવા સમયે તંત્ર દ્વારા એક આવકારદાયક આ પગલું ભરવામાં આવ્યું છે.

અમદાવાદમાં પૂર્વ વિસ્તાર સહિત કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારમાં મળી ઉદ્યોગ-ધંધાને છૂટ

કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તૈયાર કરતા પૂર્વે કર્મચારીઓને વર્કશોપનું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શક વર્કશોપમાં મહેસુલ વિભાગના અધિક સચિવ  પંકજકુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સેન્ટરમાં કામ કરનારા કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news