કોરોનાથી બગડતી પરિસ્થિતિનો તાગ મેળવવા CM વિજય રૂપાણી આજે જશે સુરત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં કોરોનાના વધતા જતા કેસોને તેઓ આજે સુરતમાં બેઠક યોજશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા  મુખ્ય સચિવ પણ હાજર રહેશે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 
કોરોનાથી બગડતી પરિસ્થિતિનો તાગ મેળવવા CM વિજય રૂપાણી આજે જશે સુરત

ચેતન પટેલ/સુરત :ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં કોરોનાના વધતા જતા કેસોને તેઓ આજે સુરતમાં બેઠક યોજશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા  મુખ્ય સચિવ પણ હાજર રહેશે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એક્સપર્ટ ગ્રૂપ ઓફ ડૉકટર્સ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અનલોક-ર દરમ્યાનની આગામી ૩૦ દિવસની સ્ટ્રેટેજી અને સારવાર પદ્ધતિની રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. એક્સપર્ટ કમિટીના તજ્જ્ઞ તબીબોએ લોકોમાં કોરોના નિયંત્રણ અંગે વધુ જનજાગૃતિ માટે સુઝાવો આપવાની સાથે અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસોની પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-19ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરત સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 248 કેસ કોરોના પોઝિટિવ કેસ છે. સુરતમાં 190 અને જિલ્લામાં 58 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં 693 કેસ કોરોના પોઝિટિવ છે. આ સાથે સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5274 પર પહોંચીગ ગઈ છે. સુરત સહિત જિલ્લામાં ગઈકાલે 6 દર્દીઓના મોત નિપજ્યાં છે. કુલ મૃત્યુઆંક 220 પહોંચી ગયો છે. સુરત સહિત જિલ્લામાં 24 કલાકમાં 87  દર્દીઓએ ડિસ્ચાર્જ મેળવ્યો છે. સુરતના 58 અને જિલ્લાના 29 દર્દીઓને રિકવર બાદ રજા અપાઈ છે. સુરતમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 3273 પર પહોંચી છે, તો જિલ્લામાં 362 છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news