સ્વચ્છતા અભિયાન: સી.એમ રૂપાણીએ અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં કર્યું શ્રમદાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું.

સ્વચ્છતા અભિયાન: સી.એમ રૂપાણીએ અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં કર્યું શ્રમદાન

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. રૂપાણીએ સ્વચ્છતા અંગે વાત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનને પ્રશંસનીય રીતે બિરદાવ્યું હતું. તથા અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા સ્વચ્છતા અંગેના કાર્યોથી અમદાવાદ ક્લિન સિટીમાં સ્થાન પ્રાપ્ત કર્યો છે. ગુજરાતની જનતા, શાળા-કોલેજો, સંસ્થાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે તો, 2જી ઓક્ટોબર સુધીમાં ભારતને સ્વચ્છ કરવાનું વડાપ્રધાન મોદીનું સ્વપ્ન સાકાર થશે. આ સ્વચ્છ ગુજરાતના કાર્યક્રમમાં રૂપાણી સહિત અમદાવાદના મેયર અને ભાજપના અનેક હોદ્દેદારો જોડાયા હતા. 

સ્વચ્છ ભારત બનાવાનો મોદી સરકારનો લક્ષ્યાંક 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડપ્રધાન નરેન્દ્રમોદીના સપનાને સાકાર કરવામાં ગુજરાત પૂરેપૂરો સાથ સહકાર આપશે. વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદમાં કોર્પોરેશનના દ્વારા કરવામાં આવતા કાર્યના પણ વખાણ કર્યા હતા. રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાનમાં જાહેર જનતાએ પણ જોડાવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news