Video ગુજરાતના લોકોનો મોદીજી પર પ્રેમ, ભરોસો, શ્રદ્ધા યથાવત, ભાજપ 26 બેઠકો જીતશે: CM રૂપાણી

લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. ગુજરાતમાં ગત વખતની 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે. 

Video ગુજરાતના લોકોનો મોદીજી પર પ્રેમ, ભરોસો, શ્રદ્ધા યથાવત, ભાજપ 26 બેઠકો જીતશે: CM રૂપાણી

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. ગુજરાતમાં ગત વખતની 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે. જ્યારે ટીવી 9-સીવોટરના સર્વે મુજબ કોંગ્રેસને 4 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપના ફાળે 22 બેઠકો જઈ શકે છે. આ 4 બેઠકો કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી મળી શકે તેવું કહેવાઈ રહ્યું છે. 

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, "એક્ઝિટ પોલમાં આમ તેમ થયું છે. જે રીતે આ ચૂંટણી અલગ અલગ તબક્કામાં થઈ, ચૂંટણીનો એક જ મુદ્દો બચ્યો હતો કે દેશ કોના હાથમાં સલામત. મજબુત નેતૃત્વ કોણ આપશે. કોને વડાપ્રધાન બનાવવાના છે, તો તેમાં મોદીજી અપરાજિત હતાં. સમગ્ર દેશની જનતાએ મોદીજી પ્રત્યે ભાવ દર્શાવી કે મોદીજી જ વડાપ્રધાન બનવા જોઈએ... એ બધાનું મન બની ગયું હતું. જ્યારે ચૂંટણીમાં લહેર ચાલે છે તો તે તમામ જગ્યાએ, તમામ રાજ્યોમાં ચાલે છે." 

રૂપાણીએ કહ્યું કે, "હું માનું છું કે એનડીએને 330 બેઠકો કરતા પણ વધુ બેઠકો મળશે. ભાજપને ગત વખતે જે 282 બેઠકો મળી હતી તેના કરતા વધુ બેઠકો મળશે તથા ગુજરાતમાં પણ ભાજપને 26માંથી 26 બેઠકો મળશે અને મોદીજીની સાથે રહેશે. ગુજરાતમાં કોઈ કારણ જ નથી કે અમારી કોઈ બેઠક ઘટે." એક્ઝિટ પોલમાં ગુજરાતમાં કોંગ્રેસને એકથી 4 બેઠકો જઈ શકે તે અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, "હું તેની સાથે એટલા માટે સહમત નથી કારણ કે ગુજરાતના ગુજરાતી લોકોને મોદીજી પ્રત્યે જે પ્રેમ, શ્રદ્ધા, ભરોસો હતો તે યથાવત છે. મોદીજી ફરીથી વડાપ્રધાન બનવા જોઈએ, તે આખા ગુજરાતનો મૂડ હતો. તમામ 26 બેઠકો અમે જીતીશું." 

જુઓ LIVE TV

કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેઈન કરી રહી હતી કે ગુજરાતના ખેડૂતો, પાટીદારો નારાઝ છે તેવા સવાલના જવાબમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, "જો આ બધા નારાજ હોત તો 22-23 પણ કેવી રીતે આવત. તેનાથી પણ ઓછી થઈ શકતી હતી. એક્ઝિટ પોલ પણ માને છે કે 22-23 આવશે પરંતુ હું તો માનું છું કે 26 બેઠક ભાજપને જ મળશે. ખુબ સારું પરિણામ આવવાનું છે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news