અલ્પેશ મામલે CM રૂપાણીનું મોટું નિવેદન, ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી

સાબરકાંઠાના વડાલીમાં સીએમ વિજય રૂપાણીની જાહેરસભા યોજાઈ હતી. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોરનું રાજીનામુ તેની અંગત બાબત છે. 2017માં જરૂર હતી ત્યારે અલ્પેશને કોંગ્રેસે ઉશ્કેર્યો હતો. તો બીજી વાત એ પણ કહી કે, અલ્પેશની ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી.

અલ્પેશ મામલે CM રૂપાણીનું મોટું નિવેદન, ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી

અમિત રાજપૂત/સાબરકાંઠા :સાબરકાંઠાના વડાલીમાં સીએમ વિજય રૂપાણીની જાહેરસભા યોજાઈ હતી. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોરનું રાજીનામુ તેની અંગત બાબત છે. 2017માં જરૂર હતી ત્યારે અલ્પેશને કોંગ્રેસે ઉશ્કેર્યો હતો. તો બીજી વાત એ પણ કહી કે, અલ્પેશની ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી.

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં તકલીફ છે
સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠોડના સમર્થનમાં સભા યોજાઈ હતી. ત્યારે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની વાત પર સીએમ વિજય રૂપાણી બોલ્યા કે, કોઈ ભાજપની વાત નથી. અલ્પેશને કોંગ્રેસમાં તકલીફ છે. કોંગ્રેસને છોડી છે. હાલ ઘણા બધા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસ ડૂબતુ નાવડી છે તેવુ બધા સમજી ગયા છે. હાલ, અલ્પેશના ભાબાજપમાં આવવાની કોઈ વાત નથી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા, અને પાર્ટીએ તેમની સાથે અન્યાય કર્યો તેથી રાજીનામુ આપ્યું. હજી અમારો કોઈ સંપર્ક થયો નથી. જે પણ ભાજપમાં જોડાવા માંગે છે, તેમનુ તે સ્વાગત કરશે. હાલ અત્યારે કોઈ સંપર્ક તેમણે કર્યો નથી. તેમજ ઉત્તર ગુજરાતમાં ભાજપ ના ફાયદા કરતા અલ્પેશથી કોગ્રેસને વધુ નુકશાન છે.

કોંગ્રેસમાં પરિવારવાદ સિવાય કંઈ વધ્યુ નથી
તેમણે કહ્યું કે, આ પરિવારવાદમાં કોંગ્રેસ વધુને વધુ ખૂંપતી જઈ રહી છે. પ્રિયંકા ગાંધીના આગમનથી લોકોને આખો પરિવાર દેખાય છે. પરિવાર સિવાય ત્યાં કઈ વધ્યું નથી. કોંગ્રેસ પરિવારવાદમાં બરબાદ થઈ ગયું છે. રોજ લોકો કોંગ્રેસ છોડી રહ્યાં છે. 

ભાજપ દ્વારા હાલ લોસભાની ચૂંટણીને લઇને પુર જોશ માં પ્રચાર થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા લોકસભા સીટ માટે આજે મેઘરજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંઝાવાતી સભા સંબોધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ ઇલેક્શન ચોકીદાર અને ચોરોની જમાત વચ્ચે છે. કોંગ્રેસના કામલનાથે મધ્યાહન ભોજનના બાળકોના 700 કરોડ લૂંટી લીધા છે. 

આ સભામાં કોંગ્રેસના જિલ્લા મંત્રી કનુસિંહ ઠાકોર 8 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news