વેજલપુર તળાવનો વિકાસ કરવા મહાનગરપાલિકાને સોંપાયું, સીએમે લીધો નિર્ણય


રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે.

 વેજલપુર તળાવનો વિકાસ કરવા મહાનગરપાલિકાને સોંપાયું, સીએમે લીધો નિર્ણય

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ એક તળાવનો વિકાસ કરવા માટે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. 
    
તદ્અનુસાર અમદાવાદના વેજલપૂર તાલુકાના સર્વે નં. ૭૮૩માં આવેલી ૩ર૦૭ર ચો.મી. ક્ષેત્રફળનું આ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવાશે 
    
સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવનો વિકાસ કરશે. 

અમદાવાદ શહેરમાં વધુ 26 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર, બે વિસ્તારને રદ્દ કરાયા
    
અત્રે એ નિર્દેશ  કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો તથા જૂન મહિનામાં ૧ તળાવ એમ કુલ પાંચ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે.
    
મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર રાજ્ય સરકારે જે પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે તેમાં વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર ૧ પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોક નં.૮૬ પરનું સરકારી તળાવ અને ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. ૧ માં આવેલા ૩૭૧૯૪ ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ સોલાનો સમાવેશ થાય છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news