CM રૂપાણીના કલેક્ટર્સને આદેશ, NA પ્રક્રિયા 8-10 દિવસમાં પૂરી કરો

સીએમ ડેશ બોર્ડ માધ્યમથી રાજ્યના જિલ્લાઓ સાથે ઓનલાઇન એન.એ. પ્રક્રિયા 9૦ દિવસને બદલે હવે 8-10 દિવસમાં પૂરી કરવાના પણ આદેશ છૂટ્યા છે. તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી તમામ કલેક્ટર સાથે વાત કરીને ટેકનોલોજીના સહારે ઝડપી કામગીરી કરવા સૂચવ્યું છે.

CM રૂપાણીના કલેક્ટર્સને આદેશ, NA પ્રક્રિયા 8-10 દિવસમાં પૂરી કરો

હિતલ પારેખ/ગાંધીનગર : એનએની કામગીરી માટે ગુજરાતમાં અનેક લોકો કલેક્ટર કચેરીઓના ધક્કા ખાતા હતા, તેમ છતાં વર્ષોથી તેમની કામગીરી પૂરી થતી નથી, અને તેમના ધરમધક્કા અટકવાનું નામ લેતા ન હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં એન.એ.ની પ્રક્રિયા આઠ દિવસમાં પૂરી કરવાના આદેશ આપ્યા છે. સીએમ ડેશ બોર્ડ માધ્યમથી રાજ્યના જિલ્લાઓ સાથે ઓનલાઇન એન.એ. પ્રક્રિયા 9૦ દિવસને બદલે હવે 8-10 દિવસમાં પૂરી કરવાના પણ આદેશ છૂટ્યા છે. તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી તમામ કલેક્ટર સાથે વાત કરીને ટેકનોલોજીના સહારે ઝડપી કામગીરી કરવા સૂચવ્યું છે. તેમજ પેન્ડીગ કેસોમાં ઝડપથી કાર્યવાહી કરવા તાકીદ આપ્યા છે. 

વાઈબ્રન્ટ ગુજરાત મુદ્દે આમનેસામને આવ્યા રાહુલ ગાંધી અને ગુજરાત CM, રૂપાણીએ કહ્યું-જુઠ્ઠા અને બેશરમ છે રાહુલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ તાકીદ કરી છે કે, ઓનલાઈન એનએની સંપુર્ણ પ્રક્રિયા 8 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી આપી દેવાય તે આવશ્યક છે. પારદર્શી ઢબે ટેકનોલોજીનો વિનિયોગ કરી મહત્તમ 10 દિવસમાં આ કામગીરી કરવા તેમણે આદેશ આપ્યા છે. સાથે જ મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરો વચ્ચે આ એનએ ઓનલાઈન ઝડપી નિકાલની સ્પર્ધા થાય તેમજ પેન્ડન્સી લેવલ ઝડપથી નીચું આવે તેવું આહવાન પણ સીએમ ડેશ બોર્ડના માધ્યમથી સમીક્ષા કરતા જણાવ્યું હતું.

રસ્તા વચ્ચે બેસેલા સિંહને કારણે અટકી ગયો હતો રાષ્ટ્રપતિની ગાડીનો કાફલો

મુખ્યમંત્રીએ આવી પરવાનગી માટે ટાઈમ લિમિટની, જે 90 દિવસની જૂની સમયમર્યાદા છે તે હવે ટેક્નોલોજીના ઉપયોગથી ઘટાડીને માત્ર 8 થી 10 દિવસ કરવા પણ જિલ્લા તંત્ર વાહકોને સૂચના આપી છે. તેમણે કહ્યું કે, ઓનલાઈન એનએનો ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો છે અને તે મહત્વપૂર્ણ રિવોલ્યુશન સમાન છે. ત્યારે સૌ કલેક્ટરો એક્ટિવ બનીને સમગ્ર સિસ્ટમને સ્મૂધ બનાવી અરજીઓનું ઓછામાં ઓછું રિજેક્શન થાય તે તરફ ધ્યાન કેન્દ્રિત કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news