મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી નિતીન પટેલે સોમનાથ દાદાના કર્યા દર્શન

સોમનાથ મંદીર ખાતે મુખ્ય પુજારી ધનંજયદાદા અને બ્રહ્મગણોએ નાયબ મુખ્યમંત્રીને મહાપુજા અને ધ્વજા પુજન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી નિતીન પટેલે સોમનાથ દાદાના કર્યા દર્શન

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના કરોડો લોકોના શ્રદ્ધા-આસ્થાના કેન્દ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ દાદાની શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષે શ્રાવણ માસમાં નિયમિતપણે સોમનાથ દાદાના દર્શન-પૂજન માટે આવતા મુખ્યમંત્રીએ સોમનાથ દાદાને શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી પાલખી યાત્રાનો પણ લાભ લીધો હતો.

સોમનાથ દાદાના પૂજન-અર્ચન અને ધ્વજારોહણ બાદ પ્રચાર માધ્યમો સાથે વાતચીતમાં મુખ્ય મંત્રીએ કહ્યું કે, દર વર્ષે નિત્યક્રમ મુજબ સોમનાથ દાદાના દર્શન પૂજન માટે તેઓ આવે છે. આજે પરિવાર સાથે દર્શન-પૂજન કર્યા છે. સાથે-સાથે ગુજરાતના સાડા છ કરોડની જનતાની સુખ, સમૃદ્ધિ, સલામતી અને કલ્યાણ માટે ભગવાન સોમનાથને પ્રાર્થના કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 
સોમનાથ મંદીર ખાતે મુખ્ય પુજારી ધનંજયદાદા અને બ્રહ્મગણોએ નાયબ મુખ્યમંત્રીને મહાપુજા અને ધ્વજા પુજન કરાવ્યું હતું. નાયબ મુખ્ય મંત્રીએ પરીવાર સાથે દર્શન-પૂજન અને મહાપુજા કરી ભગવાન સોમનાથને સૈાના કલ્યાણની પ્રાર્થના કરી હતી. ભારત વર્ષનાં આસ્થા કેન્દ્ર દ્દાદશ જ્યોતિર્લીંગનાં દર્શન-પૂજન કરી નાયબમુખ્ય મંત્રીએ ધન્યતા અનુભવી હતી. 

દર્શન-પૂજન બાદ પ્રચાર માધ્યમો સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું દર વર્ષે શ્રાવણ માસના સોમવારે ભગવાન સોમનાથ દાદાનાં દર્શન-પૂજન માટે આવું છું તેજ રીતે આ વર્ષે દર્શન-પૂજન માટે આવ્યો છું અને આ વર્ષે ચોમાસું સારૂ થયું છે, તે આપણા સૌ અને ખાસ કરીને ખેડુતો માટે ખુબ સારૂ છે.

મુખ્યમંત્રીની સોમનાથ મુલાકાત પ્રસંગે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, પરિવારના સભ્યો સાથે પ્રવાસન નિગમના ડિરેક્ટર ઝવેરીભાઇ ઠકરાર, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, નિતીન ભારદ્વાજ, ગુણવંતભાઇ ડેલાવાળા, ઉદય કાનગડ, કિશોર કુહાડા, જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news