પાટણમાં માત્ર 15 દિવસમાં ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું

પાટણમાં માત્ર 15 દિવસમાં ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ

હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું. સંભવિત થર્ડ વેવમાં ઓક્સિજન માંગને પહોચી વળવા 1150 મે. ટનથી વધારી 1800 મે. ટન ઓક્સિજન ક્ષમતા કરવાનું મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઘડાયેલા એકશન પ્લાનમાં આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના કાળમાં ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બનવાનું ગૌરવ હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. રૂ. 60 લાખના ખર્ચે માત્ર 15 દિવસમાં આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર થયો છે. 13 કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાના આ પ્લાન્ટથી એક સાથે 40 સિલીન્ડર ભરી શકાય છે.

પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં રિસર્ચ માટે અને ઉદ્યોગોમાં પણ આ ઓક્સિજનનો ઉપયોગ જરૂરિયાત મુજબ  થઈ શકશે. મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટ પણે કહ્યું કે ગુજરાતમાં ઓક્સિજનના અભાવે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદથી રાજ્યમાં ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી અને રોજની 250 ટન ખપતથી 1200 ટન થઈ તો પણ કોઈ તંગી થવા દીધી નથી એમ તેમણે કહ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની સંભવિત થર્ડ વેવ સામેનો એકશન પ્લાન જાહેર કર્યો છે. દેશભરના રાજ્યોમાં આવો આગોતરો એક્શન પ્લાન જાહેર કરવાની ગુજરાતે પહેલ કરી છે. હવામાંથી ઓક્સિજન બનાવવાના પ્લાન્ટસ દ્વારા 300 ટન ઓક્સિજન મેળવી ગુજરાત ઓક્સિજનમાં પગભર થશે.

સંભવિત થર્ડ વેવમાં ઓક્સિજન માંગને પહોચી વળવા 1150 મે. ટનથી વધારી 1800 મે. ટન ઓક્સિજન ક્ષમતા કરવાનું મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઘડાયેલા એકશન પ્લાનમાં આયોજન કરવામાં આવ્યું છે. પાટણના આ ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણમાં સાંસદ ભરતસિંહ ડાભી, નગરપાલિકા પ્રમુખ સ્મિતા બહેન અને યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર વોરા, રજિસ્ટ્રાર, તેમજ જિલ્લા કલેકટર ગુલાટી અને પ્લાન્ટમાં સહયોગ આપનારા દાતાઓ વગેરે જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news