આ શું થઈ રહ્યું છે? અમદાવાદમાં યુવકના માથામાં તલવારના ઘા, મકાન સળગાવવાનો પ્રયાસ

ઓગસ્ટ મહિનામાં જૂની અદાવતનો બદલો લેવા માટે ટોળું ભેગું કરીને પડોશમાં રહેતા પરિવારના સભ્યો પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો. જેમાં ફરિયાદી અને અન્ય 1 ને માથાના તથા શરીરના ભાગે તલવાર વડે ઈજા પહોંચાડી હતી.

આ શું થઈ રહ્યું છે? અમદાવાદમાં યુવકના માથામાં તલવારના ઘા, મકાન સળગાવવાનો પ્રયાસ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સરસપુરમાં રાત્રી દરમિયાન અસામાજિક તત્વોના બે જૂથ વચ્ચે ઘર્ષણની ઘટના બનવા પામી હતી. જેમાં એક અસામાજિક તત્વોના જુથ દ્વારા અન્ય અસામાજિક તત્વના ઘર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 

ઓગસ્ટ મહિનામાં જૂની અદાવતનો બદલો લેવા માટે ટોળું ભેગું કરીને પડોશમાં રહેતા પરિવારના સભ્યો પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો. જેમાં ફરિયાદી અને અન્ય 1 ને માથાના તથા શરીરના ભાગે તલવાર વડે ઈજા પહોંચાડી હતી. જે મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે તપાસ શરુ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા શહેર કોટડા પોલીસ ઉપરાંત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ ફોર્સની મદદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો હતો . ત્યારે લોકોમાં ડરનો માહોલનો ફેલાય તે માટે જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ કુમાર બડગૂજર પણ ઘટના સ્થળની મુલાકાત લીધી. 

સરસપુર રમણલાલ ડાહ્યાલાલ ની ચાલીમાં રહેતા ઝહીર શેખે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આજથી દોઢ મહિના અગાઉ તેમના પડોશ માં રહેતા સંદીપ રાઠોડ નામના વ્યક્તિ પર છરી થી હુમલો થયો હતો. જે ગુનામાં તેનો નાનો ભાઈ ઝકીન સામેલ હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ફરિયાદીના ભાઈ ઝકીન દારૂના વેપાર સાથે સંકળાયેલા હતો. જેથી તેને શંકા હતી કે દારૂનો ધંધો તોડવા માટે સંદીપ રાઠોડ પોલીસને માહિતી આપે છે. જેથી સંદીપ અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી હતી. 

આજ ઝગડાની અદાવત રાખીને સંદીપે શનિવારે રાત્રે ફરિયાદી ઝહિર અબ્બાસના ઘરે હુમલો કર્યો. રાત્રે થયેલ હુમલા મામલે ત્રણ સામે ફરિયાદ દાખલ થઈ કેમ સંદીપ રાઠોડના ભાઈ પરેશ, શૈલેષ અને કાલુએ હાથમાં તલવાર અને પાઇપ સાથે આવીને ધમાલ મચાવી હુમલો કર્યો હતો. જેમાં ઝહીર શેખને માથાના ભાગે તલવારના બે અલગ અલગ ઘા મારી દીધા હતા. 

શૈલેષ અને કાલુએ ઝહીર શેખને ડાબા પગે તથા ડાબા પંજાના ભાગે પાઇપ પડે હુમલો કર્યો. સાથે જ છ જેટલા અજાણ્યા ઈસમો કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને તેમના મકાન સળગાવી દેવાની ઇરાદે મકાન પર જવલનશીલ પદાર્થ ભરેલી બોટલ ફેંકી હતી. ઘટનાની ગંભીરતા ને જોતા રાત્રે પેટ્રોલિંગ માટે પહોંચી હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news