ગેનીબેન ઠાકોરે કરી મોટી ભવિષ્યવાણી! 'માત્ર 15 દિવસમાં જ ચૂંટણી આવે છે, તૈયાર રહો'
ગેનીબેને ભાભરની લોકનિકેતન છાત્રાલયમાં યોજાયેલી કોંગ્રેસના કાર્યકોરની બેઠકમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું કે, વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની 15 દિવસમાં જ જાહેરાત થઈ જશે. એટલે જેને પણ ટિકિટ મળે તેને જીતાડવાના છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠામાં ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર 15 દિવસમાં જ ચૂંટણી આવે છે માટે તૈયાર રહો. આ ભવિષ્યવાણી વાવનાં પૂર્વ ધારાસભ્ય અને હાલ બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે કરી છે.
ગેનીબેને ભાભરની લોકનિકેતન છાત્રાલયમાં યોજાયેલી કોંગ્રેસના કાર્યકોરની બેઠકમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું કે, વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની 15 દિવસમાં જ જાહેરાત થઈ જશે. એટલે જેને પણ ટિકિટ મળે તેને જીતાડવાના છે. ગેનીબેને આ બેઠકમાં કહ્યું કે, બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. મતલબ કે વાવ બેઠકમાં કોંગ્રેસ મોવડી મંડળ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપે તેવી લાગણી ગેનીબેન ઠાકોર વ્યક્ત કરી રહ્યાં છે. જી હા...ગેનીબેને આડકતરી રીતે ગુલાબસિંહના નામનો સંકેત આપ્યો છે.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને તમે વાવની પેટા ચૂંટણીમાં જે પણ ઉમેદવાર આવે તેને જીતાડજો. આ બેઠકમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હાજર હતા અને તેમની હાજરીમાં ગેનીબેને કહ્યું કે બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. આનો મતલબ એ પણ થાય કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે