સુરત : લગ્નમાં ગીત વગાડવા મામલે કૂતરા-બિલાડાની જેમ બાખડી પડ્યા લોકો
Trending Photos
ચેતન પટેલ/સુરત : સુરત ડુમસમા આવેલા ભીમપોરમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. લગ્નના વરઘોડામાં વાગતા ગીત બાબતે માછી સમાજે વાંધો ઉઠાવ્યો હતો અને એકબીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જ્યારે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ પણ નોંધાવી છે.
ડુમસના ભીમપોરમાં શનિવારના રોજ રાત્રે કોળી પટેલોના વરઘોડામાં વાગતા ગીતો બાબતે માછી સમાજે વાંધો ઉઠાવતા વિવાદ સર્જાયો હતો. શનિવારે રાત્રે લગ્ન પૂરા થયા બાદ રવિવારે સાંજે ફરી બંને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. ભીમપોર ગામ ખાતે નાના હીરા સ્ટ્રીટમાં રહેતા વરરાજા નિવસકુમાર વિનોદ ભગતના ઘરે ટોળું ઘસી આવ્યું હતું. ત્યારબાદ બંને પક્ષે સામ સામે મારામારી શરૂ કરી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે નિવસકુમારની ફરિયાદ લઈ 8 સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સામા પક્ષે સરજુ મોહન જાપાનની ફરિયાદ લઈ વરરાજા સહિત 9 સામે ગુનો નોંધ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે