સુરત : ઉમેદવારી ભરતા સમયે કોંગ્રેસ-ભાજપી કાર્યકર્તાઓ વચ્ચે થયું ‘ઢિશૂમઢિશૂમ’

સુરતમાં કલેક્ટર કચેરીની બહાર અલગ ચિત્ર જોવા મળ્યું હતું. એક તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અંદર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે બહાર ઉભેલા બંને પક્ષના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. 

સુરત : ઉમેદવારી ભરતા સમયે કોંગ્રેસ-ભાજપી કાર્યકર્તાઓ વચ્ચે થયું ‘ઢિશૂમઢિશૂમ’

ચેતન પટેલ/સુરત :આજે લોકસભાની બેઠક માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીની બહાર અલગ ચિત્ર જોવા મળ્યું હતું. એક તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અંદર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે બહાર ઉભેલા બંને પક્ષના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. કાર્યાલયની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેના બાદ પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 

ભાજપી સાંસદ પૂનમ માડમની સંપત્તિ ‘દિન દુગુની રાત ચૌગુની’ની જેમ વધી

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હોઈ, સુરત કલેક્ટર કચેરીની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જેમાં  ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓની ગાડી રોકવામા આવી હતી. જેના બાદ બંને પક્ષના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. બંને કાર્યકર્તાઓએ સામસામે ‘મેં હુ ચોકીદાર અને ચોકીદાર ચોર હૈ’ના નારા લગાવ્યા હતા.  

 

 

 

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીનો પર્વ મહત્વનો માનવામાં આવે છે, દેશમાં લોકશાહી છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો અત્યંત શરમજનક કહેવાય. ઉમેદવારી ભરવાના સમયે જ રાજકારણીઓની શરમજનક હરકત સામે આવી છે. બંને કાર્યકર્તાઓએ સામસામે છુટ્ટા હાથની મારામારી કરી. તો આ મારામારીમાં કેટલીક મહિલાઓના કપડા પણ ફાટી ગયા હતા. આમ, કલાકો સુધી કલેક્ટર ઓફિસની બહાર કાર્યકર્તાઓ એકબીજા સામે બાખડતા રહ્યા હતા. 

જોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે, પોલીસને પણ બંને પક્ષોને શાંત કરવામાં આંટા આવી ગયા હતા. આસપાસના પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી. કાર્યકર્તાઓએ પોલીસને પણ ધક્કે ચઢાવાયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news