વાયુ સેનાની શક્તિ વધશે: અમેરિકા પાસેથી ખરીદાયેલા ચીનુક હેલિકોપ્ટર પહોંચ્યા ગુજરાત

યુદ્ધના સમયે ઉપયોગમાં લેવાતા બોઇંગ સી.એસ. 47 પ્રકારનાં ચાર ચિનુક હેલિકોપ્ટરનું નિર્માણ થઇ શકે તેટલી માત્રાની સામગ્રી અદાણી બંદરે આયાત થયા બાદ તેને ઉતારવાની કાર્યવાહી ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે આરંભાઇ છે. અદાણી બંદરે મહત્વની માલસામગ્રીની આયાત અને નિકાસ માટેની ટેક્નોલોજી સાથેની ઉપલબ્ધ સુવિધાઓને ધ્યાને લઇને દેશના સંરક્ષણ વિભાગ હસ્તકની આ ઉપયોગી તથા ગોપનીય યંત્રસામગ્રી આ બંદરગાહ ઉપર ઉતારવાની પસંદગી કરાઇ છે. 

વાયુ સેનાની શક્તિ વધશે: અમેરિકા પાસેથી ખરીદાયેલા ચીનુક હેલિકોપ્ટર પહોંચ્યા ગુજરાત

રાજેન્દ્ર ઠાકર/કચ્છ: યુદ્ધના સમયે ઉપયોગમાં લેવાતા બોઇંગ સી.એસ. 47 પ્રકારનાં ચાર ચિનુક હેલિકોપ્ટરનું નિર્માણ થઇ શકે તેટલી માત્રાની સામગ્રી અદાણી બંદરે આયાત થયા બાદ તેને ઉતારવાની કાર્યવાહી ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે આરંભાઇ છે. અદાણી બંદરે મહત્વની માલસામગ્રીની આયાત અને નિકાસ માટેની ટેક્નોલોજી સાથેની ઉપલબ્ધ સુવિધાઓને ધ્યાને લઇને દેશના સંરક્ષણ વિભાગ હસ્તકની આ ઉપયોગી તથા ગોપનીય યંત્રસામગ્રી આ બંદરગાહ ઉપર ઉતારવાની પસંદગી કરાઇ છે. 

મળી રહેલી માહિતી મુજબ લડાકુ ચાર ચિનુક હેલિકોપ્ટરનું નિર્માણ સ્થાનિકે કરાશે અથવા તો આ માલસામાન તેના નિયત ગંતવ્યસ્થાન તરફ લઇ જવાશે. બંદર સ્થિત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ચિનુક હેલિકોપ્ટરના ઢાંચા તથા પાંખડા સહિતની પૂરજાસામગ્રી અલગ-અલગ પેક કરાયેલી આવી છે. મહત્વનું છે, કે આ હેલિકોપ્ટરની ખરીદી અમેરિકા પાસેથી કરવામાં આવી છે.

માતા-પિતા કરતા રહી ગયા લગ્નની તૈયારી અને 23 વર્ષીય ધ્રુવીએ કરી....

હવે યંત્રોને જોડીને હેલિકોપ્ટરનું નિર્માણ કરાશે. આજે આ આયાતી સામગ્રી અનલોડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે સમગ્ર બંદર પરિસરને કોર્ડન કરી લેવા સહિતનાં પગલાં લેવાયાં હતાં. યુદ્ધના સમયે ઉપયોગમાં લેવાતા બોઇંગ સી.એસ. 47 પ્રકારનાં ચાર ચિનુક હેલિકોપ્ટરનું નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news