કુંવારી માતાએ પાપ છુપાવવા બે દિવસના બાળકને તરછોડ્યું, પરંતુ ભાગે તે પહેલા જ પકડાઈ ગઈ 

ગાંધીનગરના પેથાપુરમાં બનેલી ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન થયું છે. ગાંધીનગરની ગૌશાળા બાદ હવે અમદાવાદમાંથી બે દિવસનું બાળક રઝળતુ મળી આવ્યું છે. માતા બે દિવસના બાળકને મૂકી ફરાર થઈ ગઈ છે. જો કે પોલીસે કલાકોમાં જ માતાની ભાળ મેળવી છે. સ્થાનિકોની સજાગતા અને પોલીસના પ્રયાસથી સફળતા મળી છે. બાળકની માતા મિઝોરમથી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે માતાને ભાળ મેળવી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી  છે. કુમળા બાળકને તરછોડીને માતા ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે.

કુંવારી માતાએ પાપ છુપાવવા બે દિવસના બાળકને તરછોડ્યું, પરંતુ ભાગે તે પહેલા જ પકડાઈ ગઈ 

ઉદય રંજન/અમદાવાદ :ગાંધીનગરના પેથાપુરમાં બનેલી ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન થયું છે. ગાંધીનગરની ગૌશાળા બાદ હવે અમદાવાદમાંથી બે દિવસનું બાળક રઝળતુ મળી આવ્યું છે. માતા બે દિવસના બાળકને મૂકી ફરાર થઈ ગઈ છે. જો કે પોલીસે કલાકોમાં જ માતાની ભાળ મેળવી છે. સ્થાનિકોની સજાગતા અને પોલીસના પ્રયાસથી સફળતા મળી છે. બાળકની માતા મિઝોરમથી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે માતાને ભાળ મેળવી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી  છે. કુમળા બાળકને તરછોડીને માતા ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે.

પોતાના બાળકને છોડીને ફરાર થઈ રહી હતી માતા 
ગાંધીનગરમાં તરછોડાયેલા સ્મિતની ઘટનાને હજી અઠવાડિયુ પણ થયુ નથી, ત્યાં પાંચ દિવસમાં જ ફરી એવો જ ઘાટ સર્જાયો છે. અમદાવાદના વેજલપુરમાં બાળક મૂકીને ફરાર થઈ જવાની ઘટના બની છે. વેજલપુરના એક એપાર્ટમેન્ટમાં રહેતી મિઝોરમની મહિલા પોતાના બે દિવસના નવજાતને છોડીને ફરાર થઈ રહી હતી, ત્યારે જ સ્થાનિકોએ તેને પકડી પાડી હતી. મહિલા બાળકને મૂકીને ફરાર થઈ રહી હતી, ત્યારે રહીશોએ તેને દોડતી પકડી પાડી હતી અને પોલીસને સોંપી હતી. આમ, સ્થાનિકોની સજાગતાને કારણે આખરે એક નવજાત બાળક રઝળતા બચી ગયુ છે. જોકે, બાળક તરછોડનાર મહિલા મિઝોરમની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મહિલા સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. 

માતા મિઝોરમની હોવાનું ખૂલ્યુ 
આ ઘટના વિશે સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, હું દેરાસરથી આવી હતી ત્યારે મેં ઉપરના માળથી એક મહિલાને નીચે ઉતરતી જોઈ હતી. ઉપરથી એક બાળકના રડવાનો પણ અવાજ આવતો હતો. ત્યારે ઉપરથી કોઈ મહિલાએ બૂમ પાડી કે, કોઈ બાળક મૂકી ગયુ છે તેવી બૂમ પડતા જ મહિલા ભાગી હતી, પણ નીચે લોકોએ તેને પકડી પાડી હતી. આ ઘટના બાદ અમે પોલીસને બોલાવી હતી. મહિલાની ભાષા ખબર પડતી ન હતી, તેમજ તેની પાસે આઈકાર્ડ પણ ન હતુ. ઉપરના માળ પર નાગાલેન્ડના વતની રહેતા હતા, આ મહિલા તેમની ત્યાં આવતી હતી. મહિલા એમ જ કહેતી હતી કે હું મિઝોરમની છું. 

આમ, આસપાસના સ્થાનિકોની સજાગતા અને પોલીસની કાર્યવાહીને કારણે માતાની ભાળ મળી ગઈ છે. પરંતુ શા માટે આ માતા બે દિવસના કુમળા બાળકને મૂકીને ભાગવા મજૂબર બની તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news