ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં સૌથી મોટો નિર્ણય; આખરે ભૂપેન્દ્ર 'દાદા' વ્હારે આવ્યા!

સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા રવિ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં સૌથી મોટો નિર્ણય; આખરે ભૂપેન્દ્ર 'દાદા' વ્હારે આવ્યા!

ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે.

સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા રવિ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ કિસાનહિતકારી નિર્ણય કર્યો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news