આ ઘટના વાંચી હચમચી જશો! સગીરાને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી કુંડાળામાં ઉભી રાખી, આખી રાત ચાલ્યા તાંત્રિકના ખેલ

Chota Udaipur News: છોટા ઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાની સગીરાને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી કુંડાળામાં ઉભી રાખી, મંત્ર કરી ગળામાં દોરી પહેરાવાઈ પગમાં બે નારિયેળ બાંધ્યા, કંકુ, ચોખા, નાંખ્યા ચાર દિવા સળગાવાયાં અને કન્યાના મુખેથી મંત્ર બોલાવાયા અને આખી રાત એક ધારી ઉભી રાખી હતી.

આ ઘટના વાંચી હચમચી જશો! સગીરાને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી કુંડાળામાં ઉભી રાખી, આખી રાત ચાલ્યા તાંત્રિકના ખેલ

ઝી બ્યુરો/છોટા ઉદેપુર: કવાંટ તાલુકાના એક ગામની સગીરાને રૂપિયાની લાલચમાં ભોળવીને અપહરણ કરીને લઈ જઈ તેના ઉપર આખી રાત તાંત્રિક વિધિ કરવાની ઘટના સામે આવી છે. કવાંટ તાલુકાના એક ગામની સગીરાને રૂપિયાની લાલચમાં ભોળવીને અપહરણ કરીને લઈ જઈ તેના ઉપર આખી રાત તાંત્રિક વિધિ કરવામાં આવી છે. 

તાંત્રિક વિધિ કરવા આદિવાસી છોકરીનું સનસનાટીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. અપહૃત કન્યાને નિર્વસ્ત્ર કરી આખી રાત તાંત્રિક વિધિના ખેલ રચાયા હતા. સગીરાને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી કુંડાળામાં ઉભી રાખી, મંત્ર કરી ગળામાં દોરી પહેરાવાઈ પગમાં બે નારિયેળ બાંધ્યા, કંકુ, ચોખા, નાંખ્યા ચાર દિવા સળગાવાયાં અને કન્યાના મુખેથી મંત્ર બોલાવાયા અને આખી રાત એક ધારી ઉભી રાખી હતી.

છોટા ઉદેપુર જિલ્લો એ ગરીબ અને આદિવાસી જિલ્લો છે. અહીંયા લોકો મોટે ભાગે ખેતી અથવા ખેત મજૂરી સાથે સંકળાયેલા છે. જેને લઇને અહીંના લોકો રૂપિયા મેળવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે કવાંટ તાલુકાના એક ગામમાં. કવાંટ તાલુકાના એક ગામની એક સગીરાને રૂપિયા મેળવવા માટે લાલચમાં આવી ગયેલા ગામના જ એક યુવક વીકેશ અને સંગીતા નામની મહિલા દ્વારા પટાવી ફોસલાવીને પડીકી ખાવા દુકાને જઇએ કહીને ઘરેથી ચાલતા ચાલતા સાથે લઇને નીકળ્યા હતા. 

આગળ જતાં બાઈક ઉપર બેસાડીને ત્રણે જણા નસવાડી તાલુકાના ગામોમાંથી પસાર થઈને આંધળી ગામે પહોંચતા અન્ય બે બાઈક લઈને દિલીપ નામનો શખ્સ સહિત ત્રણ જણા આવી ગયા હતા.ત્યાંથી ત્રણે બાઈક લઈને આગળ તણખલાથી આગળ એક ગામ પાસે પહોંચતા બે ઇકો ગાડી લઈને આવેલા અજાણ્યા ઈસમો સાથે ત્રણે બાઈક મૂકીને ઇકો ગાડીમાં બેસી ગયા હતા. ત્યાંથી તેઓ તમામ લોકો નર્મદા જીલ્લાના ઘંટોલી ખાતે નદી કિનારે આવેલા એક ઘરમાં ગયા હતા. જ્યાં એક તાંત્રિકે આવીને સગીરાને મંત્ર શીખવાડ્યો હતો. 

તાંત્રિકે સગીરા પાસે એક મંત્ર બોલાવતો હતો. પીરંમ પીર, દશતીખી ધીર, અગર મેરા કામ નહિ હુઆ તો, ફુલસીંગ દાદા કી આન હૈ, ક્વાંટના એક ગામની સગીરાને ઘરે એકલી હતી, ત્યારે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તાંત્રિક વિધિ કરી 30થી 40 કરોડ મળી જશેની અપેક્ષાએ આખો ખેલ રચાયો હતો. અપહૃત કન્યાને પ્રથમ નસવાડીના કડુલી મહુડી પછી ત્યાંથી તણખલા લઈ ગયા અને ત્યાંથી બે ઈકો કાર આવી એમાં તેણીને બેસાડી ગયા.

બીજા દિવસે રાત્રે તાંત્રિક ફરીથી આવ્યો હતો, અને સગીરાને મકાનના એક ઓરડામાં લઈ જઈ કંકુ વડે એક કુંડાળું બનાવ્યું અને તેમાં નિર્વસ્ત્ર કરવાનું કહેતા સગીરા નિર્વસ્ત્ર થઇ હતી ત્યારબાદ તેને કપાળે ચાંદલો કર્યો, પગમાં નાળિયેર બાંધીને ઉભી રાખી હતી. અને મંત્રજાપ શરૂ કરાવ્યા હતા. આ મંત્રજાપ આખી રાત કરવાના હતા. પરંતુ સગીરા પંદરેક મિનિટ પછી મંત્ર ભૂલી જતાં તાંત્રિક વિધિમાં ખલેલ પડી હતી. અને વિધિ ફેઇલ થઈ હતી. જેને લઇને તાંત્રિકે સગીરાને લાવનાર સંગીતા, વિકેશ અને દિલીપને બોલાવીને આ સગીરાને પાછી લઈ જવા અને પંદર દિવસ પછી ફરીથી લાવવાનું કહીને ઘરે મોકલી આપી હતી. 

કવાંટ તાલુકાના આ ગામની સગીરાને આ વિધિમાં સામેલ થનાર તમામ લોકોને વિધિ પૂરી થયા બાદ સગીરા જે જગ્યા બતાવશે ત્યાં ખાડો ખોદશે ત્યાંથી રૂપિયા નીકળશે અને દરેક જણાને એક એક કરોડ મળશે તેમ માનીને આ સગીરાનું અપહરણ કર્યું અને તેના ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. કવાંટ તાલુકાની સગીરા બે દિવસ બાદ ઘરે આવતા તમામ હકીકત માં બાપને જણાવતા તેઓએ કવાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કવાંટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news