ગુજરાતની દીકરીઓની સુરક્ષા સામે સવાલ! ચાલુ જીપમાં વિદ્યાર્થીનીઓની છેડતી થતાં લગાવી છલાંગ

છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી થતાં તેમણે જીપમાંથી છલાંગ લગાવી હોવાનો મામલો સામે આવ્યો છે. છોટાઉદેપુરના કુંડીયા ગામની આ ઘટના છે. છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થીનીઓની છેડતી થતાં દીકરીઓની સુરક્ષા સામે સવાલ. છેડતીથી બચવા વિદ્યાર્થિનીઓએ ચાલુ જીપમાંથી છલાંગ લગાવતાં બે દીકરીઓ ઘાયલ થઈ છે

ગુજરાતની દીકરીઓની સુરક્ષા સામે સવાલ! ચાલુ જીપમાં વિદ્યાર્થીનીઓની છેડતી થતાં લગાવી છલાંગ

ઝી બ્યુરો/છોટા ઉદેપુર: નવા વર્ષમાં બીજા જ દિવસે ગુજરાતમાં દીકરીઓની સલામતી સામે સવાલ ઉઠાવતો એક ગંભીર મામલો સામે આવ્યો છે. જી હા,, છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી થતાં તેમણે જીપમાંથી છલાંગ લગાવી હોવાનો મામલો સામે આવ્યો છે. છોટાઉદેપુરના કુંડીયા ગામની આ ઘટના છે. 

છેડતીથી બચવા ચાલુ જીપમાંથી કૂદીને બહાર છલાંગ લગાવનારી વિદ્યાર્થિનીઓ ઘાયલ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ખૂબ જ ગંભીર ઘટના છે આ. વાલીઓમાં પણ રોષ વ્યાપી ગયો છે. જીપમાં વિદ્યાર્થીઓની છેડતી કરવાની હરકત કરનારા રાક્ષસો કોણ હતા તેની તપાસ ચાલી રહી છે. 

પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે છેડતીબાજોની હિંમત કેવી રીતે ચાલી કે તેઓ ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરે. આવા અપરાધીઓને તો જાહેરમાં તાત્કાલિક ફાંસી આપીએ તો પણ ઓછું કહેવાય. આવા નરાધમોના કારણે દીકરીઓ ઘરની બહાર નીકળતાં ડરશે. જો આવા નરાધમોને તાત્કાલિક ફાંસીના માંચડે નહીં લટકાવવામાં આવે તો, જો તેમના ઘર ઉપર જેસીબી નહીં ચલાવવામાં આવે તો દીકરીઓનું ઘરની બહાર નીકળવું દુષ્કર બની જશે. 

ઝી 24 કલાક પૂછે છે સવાલ આ લંપટ અપરાધીઓને ક્યારે પકડશે પોલીસ. વિદ્યાર્થિનીઓની છેડતી કરવાની ચાલુ ગાડીમાં કેવી રીતે તેમની હિંમત ચાલી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news