છોટાઉદેપુર: નસવાડીની સરકારી શાળાએ ગાઇડલાઇનનો ભંગ કર્યો, વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા બોલાવ્યા
Trending Photos
નસવાડી : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિંડા આદિજાતિ વિભાગની મોડેલ સ્કુલે કોરોના વાયરસની મહામારીમાં રાજ્ય સરકારની ગાઇડ લાઇન હોવા છતા ગાઇડ લાઇનનો ભંગ કર્યો હતો. સ્કુલનાં શિક્ષકોએ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કુલે બોલાવતા વિવાદ થયો છે.
આ અંગે એક વાલીએ જણાવ્યું કે, અમને ફોન કરીને જાણ કરી હતી કે, પુસ્તકો અને પ્રશ્નપત્રો આવીને લઇ જાઓ. સરકારનો પરિપત્ર છે કે, બાળકો અને વાલીઓએ સ્કુલોમાં આવવું નથી તેમ છતા સ્કુલમાંથી અમને બોલાવ્યા છે, જો કે અહીં આવવાને કારણે કોરોના વાયરસ ફેલાવાની શક્યતા છે.
જો કે આ અંગે શાળાનાં આચાર્ય મેરામન પેથીયાને જણાવ્યું કે, વાલીઓને જ આવવા માટે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને સાથે લાવવા માટે જણાવ્યું નહોતું. જો કે વાલીને પોતાને કેટલાક વિષયો અંગે માહિતી નહી હોવાથી તેઓ પોતાનાં સંતાનોને સાથે લઇને આવ્યા હતા. ઉપરાંત અમે એમ પણ કહ્યું હતું કે, એક વાલી આવીને પ્રશ્નપત્ર લઇ જાય તો પણ ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે