ઘોર કળિયુગ! 50 વર્ષના કાકાએ ફૂલ જેવડી ભત્રીજીને બનાવી હવસનો શિકાર, ખાસ વાંચવા જેવો કિસ્સો

Crime News: છોટાઉદેપુરમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષીય માસૂમ બાળકી ઉપર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે.
 

ઘોર કળિયુગ! 50 વર્ષના કાકાએ ફૂલ જેવડી ભત્રીજીને બનાવી હવસનો શિકાર, ખાસ વાંચવા જેવો કિસ્સો

ઝી બ્યુરો/છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પાવી જેતપુર તાલુકાના એક ગામમાં ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં 50 વર્ષીય આધેડ કાકાએ 11 વર્ષીય ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. જેની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પાવી જેતપુર તાલુકાના એક ગામમાં એક 11 વર્ષીય માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. ઘટના એવી છે કે બાળકી વડોદરા ખાતે અભ્યાસ કરે છે પરંતુ રક્ષાબંધનના તહેવારને લઇને માતાપિતા ઘરે લાવ્યા હતા અને 8 તારીખે વડોદરા મૂકવા જવાના હતા. જેને લઇને બાળકીને કાઇક સારું બનાવીને ખવડાવવા માટે ફરિયાદી પિતા પોતાના કૌટુંબિક ભાઈની દુકાને ગયા હતા અને ત્યાંથી જરૂરી સામાન લેવા ગયા ત્યાં કૌટુંબિક ભાઈએ બાળકીને મળવાનું કહેતા સાંજના 7 વાગ્યાના અરસામાં માસૂમ બાળકીના પિતા બાળકીને લઇને દૂધ ભરવા ગયા હતા.

બાળકીને પોતાના કૌટુંબિક ભાઈની દુકાને મૂકીને દૂધ ભરવા ગયા ત્યારે એકલતાનો લાભ લઈ બાળકીના 50 વર્ષીય આધેડ કૌટુંબિક કાકા નટુભાઈ મેલાભાઈ રાઠવાએ બાળકીને દુકાનમાં અંદર લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દરમિયાન બાળકીનો પિતા ત્યાં આવી જતાં તેને બાળકી સાથે ખોટું થતા જોઈ જતાં પોતાના કૌટુંબિક ભાઈને ધોલ ધપાટ કરી હતી. અને બાળકીને લઈ ઘરે જતો રહ્યો હતો. 

ઘરે ગયા બાદ તેને પોતાના મોબાઈલથી પોલીસને ફોન કરીને જાણ કરીને આજરોજ પાવી જેતપુરના પોલીસ મથકે જઈને સમગ્ર હકીકત જણાવ્યા પોલીસે આરોપી કાકા વિરૂદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી નટુભાઈ મેલાભાઈ રાઠવા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે તેમજ બાળકીના મેડિકલ ટેસ્ટ કરાવવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. 

મહત્વની વાત એ છે પાવી જેતપુરના અંતરિયાળ વિસ્તારમાં કૌટુંબિક કાકાએ જ પોતાના ભાઈની માસૂમ બાળકી ઉપર નજર બગાડી દુષ્કર્મ ગુજારતા આરોપી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી કાકાને સખતમાં સખત સજા મળે તેવું માંગ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news