બાપ રે...અમદાવાદ નજીકનો આ ચેકડેમ તૂટ્યો, ભગવાન જ બચાવે! ખેતરો ખેદાન-મેદાન, ગામો પાણી-પાણી
છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદે વિકટ સ્થિતિ ઉભી કરી હતી. ત્યારે હવે હાલત થઈ શકે છે ખરાબ....તૂટી ગયો છે ચેકડેમ...
Trending Photos
- તૂટી પડ્યો વિશાળકાય ચેકડેમ
- ખેતરો થઈ ગયા પાણી-પાણી
- અમદાવાદ જિલ્લામાં દશા બેઠી
- ખેડૂતોની હાલત થઈ ખરાબ
ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની પગલે સ્થિતિ બદથી બદતર બની રહી છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં આવેલાં વિરમગામ તાલુકામાં ચિત્ર બગડ્યું છે. વિરમગામના નળકાંઠાના ઝેઝરા ગામનો ચેક ડેમ તૂટવાની ઘટના સામે આવી છે. ચેક ડેમ તૂટવાને કારણે હાલ આસપાસના ગામોમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે.
ઉપરવાસના ભારે વરસાદ ના પાણી વિરોચનનગર કાચી કેનાલ થકી ડેમમા પહોંચતા ડેમમા પાણીની મોટી આવક થતા ચેકડેમમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધવાને કારણે આવી સ્થિતિ ઉભી થઈ છે. નળકાંઠા ના ઝેઝરા ગામમા ડેમ મોટી માત્રામા પાણીની આવક થતા ડેમ તૂટ્યો
ડેમ તુટતા જ્યા ખેતરોમા પાણી ન હતા તેવા 200 થી વધુ વીઘા જમીન ખેતરોમા પાણી ભરાયા છે.
અમદાવાદના નળકાંઠાના ગામો વરસાદી પાણીમાં જળમગ્ન બન્યા છે. જન્માષ્ટમી અને ત્યારબાદ થયેલા વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આસપાસથી કોઈ નદી પસાર ન થતી હોવા છતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. 25 ગામની ખેતીની જમીન પાણીમાં ડૂબી જતા ખેડૂતો પાયમાલ બન્યા છે. રેથલ, કુડળ, બકરાણા, શિયાવાડ ગામમાં મુશ્કેલીમાં વધારો થયો છે. ઝોલાપુર, ઉપરદળ, કુબડ, મેલાસણાની જમીન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાવા, ઝાંપ, વણારિયા, અણિયારી ગામમાં ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. મહેસાણા, કડી, જોટાણા, થોળ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી નળકાંઠા વિસ્તારમાં પણ ફરી વળ્યું છે.
ખરીફ પાક તરીકે લેવાતા ડાંગરનો એક દાણો પણ ન પાકે એવી સ્થિતિ સર્જાઈ છે. અંદાજે 1 લાખ વિઘા જમીનમાં ડાંગરનો પાક કોહવાઈ ગયો છે. મોટું નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ બિયારણ, દવા, ખાતર પર કરેલો ખર્ચ પાણીમાં ગયો છે. વરસાદ બંધ થયાને 10 દિવસ કરતા વધારે સમય વિત્યો હોવા છતાં હજુ સુધી તંત્રએ નથી લીધી સંભાળ. આજ સુધી ખેતર કે તેમને થયેલા નુકસાનનો નથી કરાયો સર્વે. વિઘા દીઠ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે. નળકાંઠા વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે