ચૌહાણ પરિવારના વ્હાલસોયા દીકરાનો હાર્ટ એટેકે જીવ લીધો, 19 વર્ષીય પિષુયને હોસ્ટલમાં જ આવ્યું મોત

Heart Attack Death : આણંદના વલ્લભવિદ્યાનગરમાં 19 વર્ષીય પિયુષ ચૌહાણ નામના યુવકનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ,,, સારવાર મળે તે પહેલાં જ થયું મૃત્યુ

ચૌહાણ પરિવારના વ્હાલસોયા દીકરાનો હાર્ટ એટેકે જીવ લીધો, 19 વર્ષીય પિષુયને હોસ્ટલમાં જ આવ્યું મોત

Anand News : આણંદ પાસેના વલ્લભવિદ્યાનગરમાં 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકમાં મોત નિપજ્યું છે. સમરસ હોસ્ટેલમાં રહેતા યુવકને સારવાર મળે તે પહેલાં જ મોત થતા સમગ્ર હોસ્ટેલમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બાલાસિનોરના વડદલા ગામનો યુવક પિયુષ ચૌહાણ વલ્લભવિદ્યાનગરની કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. ગત રોજ તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરંતું સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું. 19 વર્ષીય પિયુષ ચૌહાણના મોતથી સમગ્ર હોસ્ટલમાં ડરનો માહોલ ફેલાયો છે. તો સાથે જ યુવકના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. ચૌહાણ પરિવારના વ્હાલસોયા દીકરાનો હાર્ટ એટેકે જીવ લીધો. 

શિયાળામાં વધે છે હાર્ટ એટેકનું જોખમ
શિયાળો શરૂ થાય એટલે શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે જેના કારણે હૃદય અને શ્વાસ સંબંધિત સમસ્યા વધી શકે છે. આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. શિયાળામાં ધમનીઓ સાંકળી થઈ જવી, પ્લેટલેટની સમસ્યા, લોહી જામી જવું જેવી સમસ્યાના કારણે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન તમે કેટલાક સરળ કામ કરીને પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકો છો.

શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખશે આ 4 કામ

વજન અને બ્લડ પ્રેશર
શિયાળા દરમિયાન બ્લડ પ્રેશર અને શરીરના વજનની નિયમિત રીતે તપાસ કરતા રહેવું. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની દવામાં શિયાળામાં ફેરફાર કરવો પડી શકે છે. આ ઉપરાંત મીઠાનું સેવન પણ ઓછું કરવું. જો તમારી શારીરિક ગતિવિધિઓ ઓછી હોય તો વધારે કેલેરી વાળું ભોજન લેવાનું ટાળવો.

કસરત કરો
સવારે ઠંડીના કારણે જો તમે કસરત ન કરતા હોય તો સાંજના સમયે નિયમિત રીતે વોક કરવાનું રાખો. દિવસ દરમિયાન 30 મિનિટ કસરત કરી લેવાથી હૃદયની બીમારી થવાનું જોખમ ઘટે છે. આ સિવાય સ્ટ્રેસ લેવાથી બચવું અને ગરમ કપડાં પહેરીને જ વ્યાયામ કરવાનું રાખો.

ગરમ પાણીથી નહાવું
એક રિસર્ચ અનુસાર શિયાળામાં ગરમ પાણીથી જ નાહવું જોઈએ ગરમ પાણીથી નહાવાથી ધમનીઓ પહોળી થાય છે અને બ્લડ ફ્લો સારી રીતે થાય છે. શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી શરીરનું તાપમાન વધે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.

સ્ટીમ લેવી
શિયાળામાં શ્વાસ સંબંધિત સમસ્યા પણ વધી શકે છે ઠંડી હવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ ઉપરાંત કફની સમસ્યા પણ ઘણી વખત થઈ જતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે સ્ટીમ લેવાનું રાખવું જોઈએ. શિયાળામાં સ્ટીમ લેવાથી શ્વાસ નળી બંધ થતી નથી અને છાતીમાં જામેલો કફ પણ નીકળી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news