દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો

Chappa from famous Fudeda village : ગુજરાતના નાનકડા એવા ગામ ફુદેડાના ચપ્પા આખા દેશમાં ફેમસ છે, દર વર્ષે અહીં અઢી લાખ જેટલા ચપ્પુ બનીને માર્કેટમાં વેચાય છે 
 

દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો

Mehsana News તેજસ દવે/મહેસાણા : બહુ ઓછા એવા ગામ કે શહેર હશે કે જે કોઈ બ્રાન્ડના કારણે એક આગવી ઓળખ ઉભી કરી શક્યું હોય. આવું જ એક ગામ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું ફુદેડા ગામ છે, જ્યાંના ચપ્પુ બનવાના કારણે ગુજરાતમાં ફુદેડા ગામનું નામ ફેમસ થયું છે.

  • ફુદેડાનું ચપ્પુ છે ગુજરાતભરમાં પ્રખ્યાત
  • ગુજરાત સાથે રાજસ્થાન મુંબઇ જેવા રાજ્યોમાં ફુદેડાના ચપ્પાની માંગ
  • ફુદેડા ગામ ચપ્પાથી જ ઓળખાય છે
  • ફુદેડાના ચપ્પામાં છે ખાસ વિશેષતા
  • ચપ્પુ જેમ જેમ વપરાય એમ તેની ધાર નીકળતી જાય છે
  • દર વર્ષે 2,50,000/- ચપ્પુ તૈયાર થઈ માર્કેટમાં થાય છે વેચાણ
  • વર્ષે 60 લાખથી વધુની કમાણી ગામ લોકો કરી જાણે છે

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં ચપ્પુ બનાવવાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે. અહીંના અલગ અલગ સાઈઝના ચપ્પાની ખૂબ માંગ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ અને ચપ્પુ માંગો તો તમને ફુદેડાનું ફેમસ ગણાતું ચપ્પુ સરળતાથી મળી જાય. આ ગામમાં હાલમાં 10 વધુ દુકાનો છે કે જ્યાં આ ચપ્પુઓનું વેચાણ થતા રોજગારી પણ ગ્રામજનો મેળવી રહ્યા છે.

ZEE 24 કલાકની ટીમે ફુદેડા ગામની મુલાકત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે આ ગામના ચપ્પુની ખાસિયત શુ રહી છે કે જેના કારણે અહીંના ચપ્પુને નામના મળી છે. આ ગામમાં કેટલા વર્ષો પહેલા ચપ્પુ બનાવવાની શરૂઆત થઈ હતી અને હાલમાં આ વ્યવસાયની સ્થિતિ શું છે.

ZEE 24 કલાક ની ટીમે જ્યારે ચપ્પા બનાવનાર અજયભાઈ સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે ગામમાં પહેલા પંચાલ ભાઈઓ અંદાજે 70 વર્ષ પહેલાં ગામમાં નાના પાયે ચપ્પુ બનાવવાના ગૃહ ઉધોગની શરૂઆત થઈ હતી. સમયાંતરે પંચાલ બંધુઓ શહેરમાં રહેવા ગયા અને ત્યાર બાદ હાલમાં જુના કારીગરોની મદદથી પાટીદાર સમાજના લોકો છેલ્લા 35 વર્ષથી આ ચપ્પુ બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે. ફુદેડા ગામના ચપ્પુની ડિમાન્ડ ગુજરાત, રાજસ્થાન અને મુંબઈ સુધી છે અને ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં માંગ સાથે પેન્ડિંગ ઓર્ડરો મળતા રહ્યા છે. આ ચપ્પુની ખાસિયત એ છે કે ચપ્પુ જેમ વપરાય એમ તેની ધાર નીકળતી જાય છે. એક દિવસ માં 700 નંગ અને વર્ષે 2 લાખ 50 હજાર ચપ્પુ ઉત્પાદન થઈ તૈયાર થઈ માર્કેટમાં વેચાણ પણ થઈ જાય છે. વર્ષે 60 લાખથી વધુની કમાણી ગામ લોકો કરી રહ્યા છે. આ ચપ્પુએ એન નાઈન કાર્બન સ્ટીલમાંથી અને તેનો હાથો ઓરિજનલ બ્રાસમાંથી બને છે.

આમ હાલમાં ફુદેડા ગામના યુવાનો પણ પરંપરાગત આ ચપ્પાના વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે અને ગામના નામની એક આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news