જમીન પચાવી પાડવાનો ખેલ હવે ગુજરાતમાં નહિ ખેલાય, આવ્યા મોટા બદલાવ

ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી. કારણ કે, લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી, પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા ગુજરાત સરકારે નિર્ધાર કર્યો 

જમીન પચાવી પાડવાનો ખેલ હવે ગુજરાતમાં નહિ ખેલાય, આવ્યા મોટા બદલાવ

ઝી મીડિયા/બ્યૂરો :ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી. કારણ કે, લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી, પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા ગુજરાત સરકારે નિર્ધાર કર્યો છે. મિલકતની તબદિલી માટે થતા દસ્તાવેજોની નોંધણી માટેના કાયદો ભારતીય નોંધણી અધિનિયમ 1908માં મહત્વનું સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક 2020 પાસ કરાશે. જેથી હવે ભૂ માફિયાઓ મિલ્કત ધારકોની મિલ્કત છેતરપીંડીથી હડપ નહિ કરી શકે. 

ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એક્ટ 1908 ની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-ર૦ર૦ વિધાનસભામાં મૂકાયું છે. તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનશે. દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી-સરળ-ચોકસાઇપૂર્ણ બનાવાશે. જેથી ભૂ માફિયાઓ મિલ્કત ધારકોની મિલ્કત હવે છેતરપિંડીથી હડપ નહિ કરી શકે. મિલ્કત ધારકોના-સામાન્ય માનવીના-ખેડૂતના હક્કોના રક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રતિબદ્ધતા દાખવવામાં આવી છે. નવા કાયદા મુજબ, સામાન્ય નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે.

નવા કાયદા મુજબ, ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહિ કરાવી શકે. ઇલેકટ્રોનિક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપીંડીથી દસ્તાવેજ પર પ્રતિબંધ લાગશે. દસ્તાવેજ બનાવવાના ખર્ચ-સમયની બચત થશે. દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતી વખતે પોતે મિલ્કત માલિક હોવાના આધાર-પુરાવા રજુ કરવા પડશે. ખોટી વિગતો આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપીંડીથી દસ્તાવેજ કરનારને ૭ વર્ષની કેદ-મિલ્કતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે. હવે સાચા મિલ્કત માલિકની ઓળખ સરળ બનશે. સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલ્કત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક બનાવી દેવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news