કાળમુખા કોરોના બાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર; 27 બાળકોનાં મોત, 71 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસથી ઘણા બાળકોના મોત પણ થયા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતાં, હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાય રહ્યા છે.

કાળમુખા કોરોના બાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર; 27 બાળકોનાં મોત, 71 શંકાસ્પદ કેસ નોંધાયા

Chandipura Virus: કાળમુખા કોરોના બાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. ચાંદીપુરા વાયરસથી કુલ 27 બાળકોનાં મોત થયા હોવાનું આંકડા પરથી સાબિત થયું છે. એટલું જ નહીં, રાજ્યમાં કુલ ચાંદીપુરા વાયરસના 71 શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય ટીમ કામે લાગી છે. વાયરલ એન્કેફેલાઇટીસના સૌથી વધુ પંચમહાલમાં 11  શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે  સાબરકાંઠામાં 8 શંકાસ્પદ કેસો નોંધાયા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસથી ઘણા બાળકોના મોત પણ થયા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતાં, હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાય રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 71 કેસ નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા-૦૮, અરવલ્લી- ૦૪, મહીસાગર-૦૨, ખેડા-૦૫, મહેસાણા-૦૪, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૨, અમદાવાદ કોર્પોરેશન-૦૪, ગાંધીનગર-૦૫, પંચમહાલ-૧૧, જામનગર-૦૫, મોરબી-૦૪, ગાંધીનગર કોર્પોરેશન-૦૨, છોટાઉદેપુર- ૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, નર્મદા-૦૧, બનાસકાંઠા-૦૨, વડોદરા કોર્પોરેશન-૦૧, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૧ રાજકોટ કોર્પોરેશન-૦૧ તેમજ કચ્છ-૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.

આ તમામ પૈકી સાબરકાંઠા-૦૧, અરવલ્લી-૦૨, મહેસાણા-૦૨, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૧, મોરબી-૦૧, વડોદરા-૦૧ જીલ્લામાંથી ચાંદીપુરા કુલ-૦૯ કેસ પોઝીટીવ મળેલ છે.

ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૭૧ કેસો પૈકી સાબરકાંઠા-૦૨, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૧, મહેસાણા- ૦૨, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પોરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૪, મોરબી- ૦૩, ગાંધીનગર કોર્પોરેશન-૦૧, દાહોદ-૦૨, વડોદરા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧ એમ કુલ-૨૭ દર્દીઓ મૃત્યુ પામેલ છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના -૪૧ દર્દી દાખલ છે તથા-03 દર્દીઓને રાજા આપેલ છે. રાજસ્થાનના-૦૨ કેસો જેમાં-૦૧ દર્દી દાખલ છે તેમજ-૦૧ દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનો- -૦૧ કેસ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ ૧૭૨૪૮ ઘરોમાં કુલ ૧૨૧૮૨૬ વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૫૩૭૪ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ધરખમ વધારો 

  • વાયરલ એન્કેફેલાઇટીસના 71 કેસ નોંધાયા 
  • સાબરકાંઠામાં 8, અરવલ્લીમાં 4 કેસ નોંધાયા 
  • મહીસાગરમાં 2, ખેડામાં 5, મહેસાણામાં 4 કેસ 
  • રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2 કેસ નોંધાયા
  • અમદાવાદ શહેરમાં 2, ગાંધીનગરમાં 5 કેસ 
  • પંચમહાલમાં 11, જામનગરમાં 5 કેસ
  • મોરબીમાં 4, ગાંધીનગર શહેરમાં 2 કેસ નોંધાયા
  • છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2 કેસ નોંધાયા 
  • વડોદરામાં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં 2 કેસ 
  • વડોદરા શહેરમાં 1, ભાવનગરમાં 1 કેસ નોંધાયા
  • દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ શહેરમાં 1 કેસ 
  • કચ્છમાં 1 ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયો 
  • ગુજરાતમાં ચાંદીપુરાના 9 કેસ પોઝિટિવ મળ્યાં 
  • સાબરકાંઠામાં 1, અરવલ્લીમાં 2 કેસ પોઝિટિવ  
  • મહેસાણામાં 2, ગાંધીનગરમાં 1 કેસ પોઝિટિવ  
  • વડોદરા, પંચમહાલ, મોરબીમાં 1-1 કેસ પોઝિટિવ  
  • ચાંદીપુરા વાયરસના કારણે કુલ 27 દર્દીઓના મોત 
  • સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3 દર્દીઓના મોત 
  • મહીસાગરમાં 1, મહેસાણામાં 2 દર્દીઓના મોત 
  • રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મોત 
  • અમદાવાદ શહેરમાં 3, ગાંધીનગરમાં 1 દર્દીનું મોત 
  • પંચમહાલમાં 4, મોરબીમાં 3 દર્દીઓના મોત 
  • ગાંધીનગર શહેરમાં 1, દાહોદમાં 2 દર્દીઓના મોત 
  • વડોદરામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 દર્દીનું મોત 
  • હાલ 41 દર્દીઓ સારવાર હેઠળ, 3ને રજા અપાઈ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news