કમિશ્નરનાં આદેશ થતા પોલીસ જવાનો નિયમ નહી પાળતા હેડક્વાર્ટરની બહાર જ CCTV લગાવાયા
પોલીસ હેડક્વાર્ટરના ઇતિહાસમાં પ્રથમવાર આવવા અને જવાના બંન્ને ગેટ પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે
Trending Photos
રાજકોટ: પોલીસ હેડક્વાર્ટરના ઇતિહાસમાં પ્રથમવાર આવવા અને જવાના બંન્ને ગેટ પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરનાં આદેશ બાદ આ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. પોલીસ અને તેમનાં પરિવાર દ્વારા જ ટ્રાફીક નિયમોનું પાલન નહી થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠી હોવાનાં કારણે કમિશ્નરે આખરે સીસીટીવી લગાવડાવવાની ફરજ પડી છે. અગાઉ મૌખીક રીતે આદેશ અપાયો હતો કે દરેક પોલીસ જવાન અને તેમોન પરિવાર ટ્રાફીકનાં નિયમોનું પાલન કરે તેની તકેદારી રાખે.
જો કે પોલીસ કમિશ્નરનાં આદેશને પણ ઘોળીને પી ગયા હોય તેમાં નિયમોનું પાલન થતું નહોતું. અનેક વખત કમિશ્નર પણ આવતા જતા આ પ્રકારનાં દ્રશ્યો જોતા હતા. જેના કારણે આખરે પોલીસ કમિશ્નરે સીસીટીવી ગેટ પર જ લગાવડાવ્યા છે. પોલીસ કમિશ્નર પોતે પણ આ ગેટ પર નજર રાખી શકશે. આ ઉપરાંત તેમણે આદેશ પણ આપ્યો છે કે જો કોઇ નિયમોની અવગણના કરે તો ગેટના કેમેરાના ફુટેજનાં આધારે મેમો ઇશ્યું કરવામાં આવે.
પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો ટ્રાફિક નિયમન નું પાલન ન કરતા હોવાની અનેક વખત ફરિયાદો મળી હતી. જેના કારણે સીસીટીવી ગેટ પર જ લગાવવાનો પોલીસ કમિશ્નરનો આદેશ થયો હતો. સીસીટીવી લાગ્યા બાદ ફરજમાં હાજર ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન નો ભંગ કરનાર અન્ય પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે