હવેથી રાજ્યની તમામ ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરવી અસંભવ બનશે! સરકારે વિધાનસભામાં ઘડી નાંખ્યો મેગાપ્લાન

હવેથી તમામ ચેકપોસ્ટ પર ફેસ ડિટેક્શન સાથેના આધુનિક CCTV કેમેરા લગાવાશે. દારૂની હેરાફેરીને રોકવા માટે CCTV કેમેરાનો ઉપયોગ થશે. સરહદી રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા દારૂને રોકવામાં ફેસ ડિટેક્શન સાથેના આધુનિક CCTV કેમેરા ખુબ જ ઉપયોગી થશે. 

હવેથી રાજ્યની તમામ ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરવી અસંભવ બનશે! સરકારે વિધાનસભામાં ઘડી નાંખ્યો મેગાપ્લાન

ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યની તમામ ચેકપોસ્ટ CCTV કેમેરાથી સજ્જ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. હવેથી તમામ ચેકપોસ્ટ પર ફેસ ડિટેક્શન સાથેના આધુનિક CCTV કેમેરા લગાવાશે. દારૂની હેરાફેરીને રોકવા માટે CCTV કેમેરાનો ઉપયોગ થશે. સરહદી રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા દારૂને રોકવામાં ફેસ ડિટેક્શન સાથેના આધુનિક CCTV કેમેરા ખુબ જ ઉપયોગી થશે. 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાતમાં આવેલા તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે ચેકપોસ્ટ શરૂ હતા, ત્યારે તેમાં કમ્પ્યૂટર, CCTV કેમેરા, વાયરો, ટેબલ-ખુરશી સહિતની વસ્તુઓ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

પરંતુ સરકાર દ્વારા ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા તેમાં રેહેલા કમ્પ્યૂટર, CCTV કેમેરા, વાયરો, ટેબલ-ખુરશી સહિતનો સામાન રામ ભરોસે મુકી દેવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા ચેકપોસ્ટની કોઈપણ પ્રકારની દેખરેખ ન રાખવાને પગલે ઉત્તર ગુજરાતમાં આવેલી દસ જેટલી ચેક પોસ્ટમાંથી કરોડો રૂપિયાના સમાનની ચોરી થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારના ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને પગલે શામળાજી, અંબાજી, ગુંદરી, સોનગઢ અને ભીલાડ, થાવર, અમીરગઢ, થરાદ, છોટાઉદેપુર અને દાહોદની ચેકપોસ્ટને અધિકારીઓ દ્વારા ખાલી કરી દેવામાં આવી હતી. પરંતુ હવે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે અને તમામ ચેકપોસ્ટ પર આધુનિક સીસીટીવી કેમેરા લગાવવાન જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news