અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસે રૂપિયા પડાવવા દમ માર્યો, બે યુવકોને કહ્યું-‘ડ્રગ્સ લો છો’

અમદાવાદ (Ahmedabad)માં ફરી એક વખત નકલી પોલીસ (Fake Police)નો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં યુવક-યુવતી ઉભા હતા, તે દરમિયાન તેમની પાસેથી રૂપિયા પડાવવા નકલી પોલીસ બની ઉભેલા બે શખ્સોએ રૂપિયા 7 હજારની માંગણી કરી હતી. જોકે આ બનાવ અંગેની વાત યુવકે પોતાના પિતાને કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દીપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. 

અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસે રૂપિયા પડાવવા દમ માર્યો, બે યુવકોને કહ્યું-‘ડ્રગ્સ લો છો’

મૌલિક ધામેચા /અમદાવાદ :અમદાવાદ (Ahmedabad)માં ફરી એક વખત નકલી પોલીસ (Fake Police)નો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં યુવક-યુવતી ઉભા હતા, તે દરમિયાન તેમની પાસેથી રૂપિયા પડાવવા નકલી પોલીસ બની ઉભેલા બે શખ્સોએ રૂપિયા 7 હજારની માંગણી કરી હતી. જોકે આ બનાવ અંગેની વાત યુવકે પોતાના પિતાને કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દીપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. 

Photos : દેશના સૌથી લાંબા વ્યક્તિની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ

પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવી છે કે, એક યુવક અને યુવતી નરોડા-કઠવાડા રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસે ઉભા રહી વાતચીત કરતા હતા. તે દરમિયાન બે વ્યક્તિઓ બાઈક પર આવ્યા હતા. તેઓએ કહ્યું કે, ‘તમે અહીંયા શું કરો છો, હું પોલીસમાં છું’ તેવી ઓળખ આપી ડરાવવા માટે પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ રૂપિયા પડાવવાના ઈરાદે બંનેના મોબાઈલમાં ફોટા પાડી ‘તમે ડ્રગ્સ લો છો?’ તેમ  કહી પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી પણ આપી હતી. પરંતુ યુવકોએ ગભરાયા વગર આરોપીની પાછળ બેસી પોલીસ સ્ટેશન પહોંચતા નકલી પોલીસે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. 

આરોપીએ યુવકને નિકોલ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં લઈ ઊભો કરી દીધો હતો અને ‘સાહેબને મળીને આવું છું’ તેમ કહી સાત હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે યુવક પાસે રૂપિયા ન હોવાથી આ બંને નકલી પોલીસે 3500 રૂપિયા લેવા પણ તૈયારી બતાવી હતી. પરંતુ યુવક ઘરે રૂપિયા લેવા જતા સમગ્ર બનાવ અંગેની વાત ઘરે કરી હતી. ત્યાર બાદ તેના પિતાએ સાથ આપતા દીપ પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે અગાઉ પણ દાસ્તાન રોડ પર આવા અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે શું આ ગેંગનો અન્ય કોઈ ભોગ બન્યું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news