સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો અંતિમ તબક્કામાં જોરશોરમાં પ્રચાર પ્રસાર
Trending Photos
શૈલેષ ચૌહાણ/હિંમતનગર : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન થનાર છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં ચુંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં રેલી યોજીને મત માગ્યા હતા અને સાથે જીત થવાની છે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા જીલ્લા પંચાયતની ૩૬ બેઠક માટે ૯૭ ઉમેદવારો, આઠ તાલુકા પંચાયતની ૧૭૨ બેઠક માટે ૪૫૦ ઉમેદવારો અને ત્રણ નગરપાલિકાની ૬૨ બેઠક માટે ૧૨૨ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાવવાની છે, ત્યારે આજે સાંજે ૫ વાગે ચુંટણી પ્રચાર પડઘમ શાંત થઇ જશે ત્યારે પાચ વાગ્યા બાદ ઉમેદવારો ખાટલા બેઠક યોજશે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પ્રચારના અંતિમ દિવસ જેને લઈને જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત, નગરપાલિકા વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રેલી સ્વરૂપે પ્રચાર કર્યો હતો.
હિમતનગરની સવગઢ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે આજે સવારે પ્રચાર રેલી શરૂઆત શહેરના બ્રહ્માણીનગરથી શરુ કરી હતી જે પોતાના મત વિસ્તારમાં ફરી હતી.ત્યારે હિમતનગરના વીરપુર ગામમાં ભાજપના ઉમેદવારોએ ડીજેના તાલે પ્રચાર રેલી સાથે ગામમાં ફરી પ્રચાર કરી મત માગ્યા હતા. એક તરફ ભાજપ તો બીજી તરફ કોંગ્રેસ પણ મતદારોને રીઝવવા માટે પ્રચારના અંતિમ દિવસે વકતાપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ઉમેદવારોએ પોતાના મત વિસ્તાર હિમતનગરના ખેડાવાડાથી રેલી શરૂઆત કરી હતી. આ અનોખી પ્રચાર રેલીમાં કેન્દ્ર સરકાર ધ્વારા થઇ રહેલા દિનપ્રતિદિન ભાવવધારાને લઈને ગેસના બોટલનું કટઆઉટ રેલીમાં ઉમેદવાર મતદારોને બતાવી મત માગ્યા હતા.
આ રેલીમાં ખેડૂતો પણ ટ્રેક્ટર સાથે જોડાયા હતા અને હાલમાં ચાલી રહેલા ખેડૂત વિરોધી ત્રણ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને સમર્થન સાથે કોંગ્રેસની રેલીમાં જોડાઈ કોંગ્રેસને પણ સમર્થન કર્યું હતું.આમ વિરોધ સાથે પ્રચારની અનોખી રેલી પોતાના મત વિસ્તારમાં ફરી હતી અને કોંગ્રેસના ઉમેદવારે ફરીવાર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચુંટણી કોઈ પણ રાજકીય પક્ષ પોતાને જીતવા માટે અવનવા તુક્કા લડાવી અનોખો પ્રચાર કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ડે છે.પરંતુ જયારે પરિણામ આવે ત્યારે જ ખબર પડે છે કે પ્રચાર ફળશે કે નહિ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે