રદ થયેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટીંગની તારીખો થઇ જાહેર, આવશે ગાંધી પરિવાર

એર સ્ટ્રાઇક બાદ કોંગેસ દ્વારા રદ કરવામાં આવેલી વર્કિંગ કમિટીની બેઠક અંગે હવે નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સામેલ થશે. હવે આગામી 12 માર્ચના રોજ વર્કિંગ કમિટી અને ઐતિહાસિક જન સંકલ્પ સભા યોજાશે.

રદ થયેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટીંગની તારીખો થઇ જાહેર, આવશે ગાંધી પરિવાર

મૌલિક ધામેચા/અમદાવાદ: એર સ્ટ્રાઇક બાદ કોંગેસ દ્વારા રદ કરવામાં આવેલી વર્કિંગ કમિટીની બેઠક અંગે હવે નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સામેલ થશે. હવે આગામી 12 માર્ચના રોજ વર્કિંગ કમિટી અને ઐતિહાસિક જન સંકલ્પ સભા યોજાશે.

આ અંગે વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી પ્રધાનમંત્રી પર દોષારોપણ કરતા કહ્યું કે, દેશની સરહદો સળગી રહી હતી અને પ્રધાનમંત્રી રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત હતા. શહીદોના સબ ઉપર રાજકીય સીડી ચડવાની ભાજપ તૈયારી કરી રહી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીનું વિવાદિત નિવેદન, ‘રાહુલ ગાંધી ચોર કંપનીના વડા’

ઉલ્લેખનીય છે કે, 58 વર્ષ બાદ CWCની બેઠક અમદાવાદમાં મળવાની હતી. જેને રદ કરવામાં આવી હતી. CWCની બેઠક માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી ત્રણેય હાજર રહેવાના હતા. ત્યારે ત્રણેયની હાજરીને લઇ ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ કરી હતી. ત્યારે હવે આ તૈયારીઓ પર પણ બ્રેક લગાવી દેવાઈ છે.

Rahul-SONiya-ANd-Priyanka.jpg

કોંગ્રેસ પાર્ટીએ આક્રમક રાજનીતિક શૈલી પર અમલ કરતા કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, CWC કોંગ્રેસ પાર્ટીની સૌથી તાકાતવાર ફોરમ છે. ગત ઓક્ટોબર મહિનામાં CWCની બેઠક મહારાષ્ટ્રના વર્ધામાં થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news