CM રૂપાણીના નિવાસસ્થાને કેબિનેટ બેઠક, સરકારના આગામી આયોજનોની ચર્ચા
સત્રમાં રજૂ થનારા વિધેયકો, ચાલુ વર્ષના બજેટના કામોની સમીક્ષા કરાશે. તો ઉનાળામાં પીવાના પાણીનું આયોજન, અછતગ્રસ્ત વિસ્તારો અને સરકારના આગામી આયોજનોની ચર્ચા કરવામાં આવશે.
Trending Photos
ગાંધીનગર: ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને આજે કેબિનેટની બેઠક. જેમાં ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદીની સમીક્ષા કરાશે. આ સિવાય વિધાનસભામાં રજૂ થનારા લેખાનુદાનની ચર્ચા થશે. જ્યારે વિવિધ વિભાગોની રજૂઆત, સત્રમાં રજૂ થનારા વિધેયકો, ચાલુ વર્ષના બજેટના કામોની સમીક્ષા કરાશે. તો ઉનાળામાં પીવાના પાણીનું આયોજન, અછતગ્રસ્ત વિસ્તારો અને સરકારના આગામી આયોજનોની ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સીએમ રૂપાણીના નિવાસ સ્થાને યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ગતવર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડવાને કારણે ઘણાં બધા પ્રદેશોમાં પાણીની અછત સાથે તંગી જોવા મળી છે તો આ સાથે જ ભાવાંતર યોજનાને કારણે કેટલાક ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે