ન્યાય મેળવા માટે નહિ પરંતુ આ કાર્ય માટે આરોપી જતો હતો કોર્ટમાં, પોલીસે કરી અટકાયત

સામાન્ય રીતે લોકો કોર્ટમાં પોતાની મુદત અથવા સરકારી કામથી જતા હોય છે. પરંતુ કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માત્ર ચોરી કરવા કોર્ટમાં જતો હતો. અને તેણે નવનિર્મિત કોર્ટમાંથી આશરે ૧૩ હજારની કિંમતના નળની ચોરી કરી હતી. કારંજ પોલીસે આ ચોરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
 

ન્યાય મેળવા માટે નહિ પરંતુ આ કાર્ય માટે આરોપી જતો હતો કોર્ટમાં, પોલીસે કરી અટકાયત

મૌલિક ધામેચા/અમદાવાદ: સામાન્ય રીતે લોકો કોર્ટમાં પોતાની મુદત અથવા સરકારી કામથી જતા હોય છે. પરંતુ કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માત્ર ચોરી કરવા કોર્ટમાં જતો હતો. અને તેણે નવનિર્મિત કોર્ટમાંથી આશરે ૧૩ હજારની કિંમતના નળની ચોરી કરી હતી. કારંજ પોલીસે આ ચોરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કારંજ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ મનુ દંતાણી છે. જેની ચોરીનાં ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. મનુ દંતાણી ભદ્ર કોર્ટ એટલે કે નવનિર્મિત સિટી સેશન્સ કોર્ટમાંથી નળની ચોરી કરી હતી. આરોપીએ 64 નળની ચોરી કર્યા બાદ તેને વેચી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ આશરે 12 હજાર 800ની કિંમતના નળ ચોરી કર્યા હતા. અને તે નળ ભંગારમાં વેચી દીધા હોવાનું કબૂલાત કરી છે.

આરોપી મનુ દંતાણીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, મનુભાઈ છેલ્લા ઘણા સમયથી બેકાર છે. અને પોતે નશાના બંધાણી હોવાથી નશાનો સામાન ખરીદવા માટે નળ ચોરી કર્યા હતા. ઉપરાંત આરોપી કોર્ટમાં માત્ર ચોરી કરવાના ઇરાદે આવતો હોવાની કબુલાત આપી છે. પરંતુ કોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીની હરકત કેદ થઈ ગઈ અને આખરે તેને જેલના સળિયા પાછળ જવાનો વરો આવ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news