Crime News: યુવતી સાથે જાહેરમાં અશ્લિલ હરકત બાદ સુરતમાં આરોપી યુવકનું રહસ્યમય મોત

સુરતના પોશ વિસ્તારમાં યુવતીની છેડતી બાદ સાગર  આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરીને છેડતીનો યુવક પર આરોપ લગાવવામાં આવ્યો હતો. આસપાસના લોકોએ કંટ્રોલરૂમમાં ફોન કરીને ઘટના અંગે જાણ કરતા વેસુ પોલીસે યુવક અને ફોન કરનારને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Crime News: યુવતી સાથે જાહેરમાં અશ્લિલ હરકત બાદ સુરતમાં આરોપી યુવકનું રહસ્યમય મોત

પ્રશાંત ઢીવરે/સુરત: પોશ વિસ્તાર વેસુમાં યુવતીની છેડતીનાં આરોપમાં કાપડ વેપારીને જાહેરમાં લોકોએ માર માર્યા બાદ પોલીસ કસ્ટડીયલમાં વેપારીનું મોત નીપજ્યું છે. આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરીને છેડતીનો યુવક પર આરોપ લગાવવામાં આવ્યો હતો. લોકોનો ટોળાંઓ એકત્રિત થઈ જતાં કેટલાક ટોળાઓએ વેપારીને માર માર્યો હતો. વેસુ પોલીસે કસ્ટોડિયલ મોત મામલે ગુન્હો દાખલ કર્યો છે. 

સુરતના પોશ વિસ્તારમાં યુવતીની છેડતી બાદ સાગર  આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરીને છેડતીનો યુવક પર આરોપ લગાવવામાં આવ્યો હતો. આસપાસના લોકોએ કંટ્રોલરૂમમાં ફોન કરીને ઘટના અંગે જાણ કરતા વેસુ પોલીસે યુવક અને ફોન કરનારને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન યુવક ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. વેસ્ટ ફિલ્ડ શોપિંગ મોલની બહાર 40 વર્ષીય સાગર સુશીલ નેવટિયા દ્વારા સતત યુવતીની છેડતી કરવામાં આવી રહી હતી. 

એટલું જ નહીં, પરંતુ ખૂબ જ અશ્લીલ પ્રકારના ચેનચાળા પણ કરીને યુવતીને પરેશાન કરી રહ્યો હતો. યુવતીએ આસપાસના લોકોને એકત્રિત કરીને યુવકના ખરાબ વર્તન અંગે જાણ કરતા ટોળું એકત્રિત થઈ ગયું હતું. ટોળા પૈકી કેટલાક લોકોએ યુવકને માર માર્યો હતો. એકત્રિત થયેલા લોકો પૈકી એક યુવકે કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

મરણજનાર સાગર સુશીલ નેવટિયા મૂળ રાજસ્થાનનો વતની છે. સાગર કેટલાક સમયથી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. સાગરના બે વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા અને એક મહિના પહેલા બે સંતાનના પિતા બન્યો હતો. યુવતીની છેડતી કરવાની સાથે અશ્લીલ પ્રકારના ચેનચાળા આરોપ સાથે લોકોએ માર માર્યા બાદ વેસુ પોલિસ કસ્ટોડિયલ મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

હાલ તો વેસુ પોલીસે કસ્ટોડિયલ ગુન્હો દાખલ કર્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત યોગ્ય કારણ બહાર આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news