સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે ખુશખબર; ભરાશે 5 હજાર જગ્યા, જાણો ક્યારે થશે જાહેરાત

Government Job Recruitment in Gujarat: ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીના નિયમો બદલી નાખવામાં આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે.

સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે ખુશખબર; ભરાશે 5 હજાર જગ્યા, જાણો ક્યારે થશે જાહેરાત

GSSSB Exam: નવા વર્ષમાં ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને એક ખુશખબર આપી દીધા છે. આજે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ ગુજરાતમાં વર્ગ 3ની ભરતીને લઇને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જી હા...નવયુવાનો તૈયારી શરૂ કરી દેજો અને આગામી 15 દિવસમાં જ વર્ગ-3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં 5 હજાર વર્ગ 3ની જગ્યાઓ ભરવા માટે ભરતી પાડવામાં આવશે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ઉત્તરાયણ પહેલા 5 હજાર વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવાની અમારી તૈયારી છે. 

પરીક્ષામાં કરાયો ફેરફાર
તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા છે. હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news