ગુજરાતમાં ખુબ ઝડપથી દોડશે બુલેટ ટ્રેન, જાણો ક્યારે ગુજરાતીઓ બુલેટ ટ્રેનમાં બેસી શકશે...

શહેરમાં આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા. અહીં તેમણે સુરત પ્રવાસ દરમિયાન ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની સમીક્ષા પણ કરી હતી. મંત્રીએ કડોદરા નજીક નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટની તૈયારીઓ જોઇને તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, જે પ્રકારે કામની સ્પીડની હોવી જોઇએ તે પ્રકારે કામ ઝડપથી ચાલી રહ્યું છે. કામ ખુબ જ સંતોષજનક છે. વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે. 

ગુજરાતમાં ખુબ ઝડપથી દોડશે બુલેટ ટ્રેન, જાણો ક્યારે ગુજરાતીઓ બુલેટ ટ્રેનમાં બેસી શકશે...

સુરત : શહેરમાં આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા. અહીં તેમણે સુરત પ્રવાસ દરમિયાન ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની સમીક્ષા પણ કરી હતી. મંત્રીએ કડોદરા નજીક નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટની તૈયારીઓ જોઇને તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, જે પ્રકારે કામની સ્પીડની હોવી જોઇએ તે પ્રકારે કામ ઝડપથી ચાલી રહ્યું છે. કામ ખુબ જ સંતોષજનક છે. વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે. 

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 6, 2022

કેન્દ્રીય રેલવે મંત્રીની સાથે સાથે કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી દર્શના જરદોષ પણ હાજર રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું કે, 2026 સુધીમાં સુરતથી બિલિમોરા સુધીનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થઇ જશે. વડાપ્રધાન મોદીના પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે. સુરતના અંદરોલી ગામ નજીક ચાલી રહેલા બુલેટ રેલવે સ્ટેશનની કામગીરી પણ નિહાળી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ડિટેઇલથી ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી એક લાખ લોકોને રોજગારી મળશે. મુંબઇથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે. 160 કિલોમીટરનું કામ શરૂ થઇ ચુક્યું છે. 60 કિલોમીટર વિસ્તારમાં પિલ્લર પણ નંખાઇ ચુક્યાં છે.

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 6, 2022

સુરતના રેલવે સ્ટેશનનું ટેન્ડર જુલાઇના પ્રથમ અઠવાડીયામાં નિકળી જશે. 30 રેલવે સ્ટેશન અંગેના ટેન્ડર મળી ચુક્યાં છે. બુલેટ ટ્રેનનું બાંધકામ એટલું સોલિડ હશે કે ધરતીકંપની પણ તેના પર અસર નહી થાય. તેમાં સિસમી એક્ઝોવર લગાડાશે. વાઇબ્રેશન ઉપર સુધી પહોંચી જ ન શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ 980 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં સ્ટીલનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news